અયોધ્યાથી અક્ષત ચોખા, પત્ર અને રામમંદિરની તસવીર પ્રાપ્ત થતાં મોહમ્મદ હબીબ લાગણીશીલ થઈ ગયા હતા. ૭૨ વર્ષના આ કારસેવક મીરઝાપુર જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં કેટલાક હોદ્દા પણ સંભાળી ચૂક્યા છે. અયોધ્યા નગરી ૨૨ જાન્યુઆરીએ નવનિર્મિત રામમંદિરના ઉદઘાટન માટે તૈયારી કરી રહ્યું છે તેવામાં અયોધ્યાનગરથી આ પૂર્વ કારસેવકને પણ અક્ષત, પત્ર અને રામમંદિરની તસવીર મળી હતી. મોહમ્મદ હબીબે કહ્યું હતું કે વડાપ્રધાન મોદીએ કરેલી અપીલ મુજબ તેઓ ૨૨ જાન્યુઆરીના રોજ ટીવી પર ઉદઘાટન સમારંભ નિહાળશે.
રામજ્યોતિ લાવી રાખશે અખંડ દીપ
વારાણસીને અડીને જ મીરઝાપુર જિલ્લો આવેલો છે. અહીંના સામાજિક કાર્યકર નાઝનિન અંસારી મુસ્લિમ મહિલા કલ્યાણ માટે સંસ્થા ચલાવે છે. તેઓ પણ ખુશ છે. તેમણે અયોધ્યાથી રામજ્યોતિ લાવીને હિંદુ- મુસ્લિમ ૫૦૦ પરિવારો સુધી પહોંચાડવા નિર્ણય લીધો છે. કાશ્મીરમાં તેઓ ૫૦૦ પરિવારો સુધી રામજ્યોતિ પહોંચાડશે. ૨૨ જાન્યુઆરી સુધી અખંડ દીપ રાખવા તે પરિવારોને અપીલ કરવામાં આવશે.
અયોધ્યામાં તેમણે પણ કારસેવા કરી હતી. ૨ ડિસેમ્બર, ૧૯૯૨થી ૫.-૪ દિવસ તેઓ પણ તેમના ગ્રૂપ સાથે અયોધ્યામાં હતા. ડિસેમ્બર, ૧૯૯૨ના રોજ બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવતાં દેશભરમાં રમખાણો સર્જાયા હતા. ૯ નવેમ્બર, ૨૦૧૯ના રોજ સુપ્રીમ કોર્ટે સરકારી ટ્રસ્ટને અયોધ્યાના વિવાદાસ્પદ સ્થાને રામમંદિર બાંધવાઆદેશ આપતાં લાંબા ગાળાથી ચાલી રહેલા ખટલાનો અંત આવ્યો હતો. કોર્ટે મસ્જિદ માટે પાંચ એકર જમીન ફાળવવા પણ આદેશ કર્યા હતા.હબીબે કહ્યું હતું કે, ‘૨૨ જાન્યુઆરીએ મંદિર ઉદઘાટન થવાનું છે. દરેક માટે તે ઐતિહાસિક દિવસ બની રહેશે. લાંબી લડત અને તપસ્યાને અંતે અમને આ તારીખ મળી છે. હું ભાજપનો જૂનો કાર્યકર છું.