ફરીયાદી હિરામન સ/ઓ વિશ્વનાથ સકારામ આવ્હાડ ઉવ.૬૨ ધંધો.નિવૃત રહે.૪૯૬૪-૬૫, સુર્યા એપાર્ટમેન્ટની પાછળ, દિપ્તી ફલેટની સામે, પટેલ સોસાયટી વિસ્તાર નડીઆદ શહેર જી.ખેડા નાઓની ફરીયાદ આધારે નડીયાદ રૂરલ પો.સ્ટે.પાર્ટ.એ.૧૧ ૨૦૪૦૪૫ ૨૪૦૦૩ ૧/૨૦૨૪ ઇ.પી.કો. કલમ. ૧૭૦, ૩૨૩, ૩૬૫, ૩૯૪, ૫૦૪, ૫૦૬(૨), ૧૨૦(બી) મુજબ તા.૧૮/૦૧/૨૦૨૪ કલાક.૧૭/૩૦ થી લુટનો ગુનો રજી. કરેલ હોય જેથી સદર ગુનાના આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા સુચનાઓ આપતા પો.ઇન્સ. કે.એસ.દવે નાઓની સુચના અને માર્ગદર્શન આધારે પો.સબ.ઇન્સ. ડી.એસ.ઝાલા તથા સર્વેલન્સના અ.હે.કો. શ્રવણકુમાર તથા બીજા પોલીસ માણસોની ટીમ બનાવી આ કામના ફરીયાદ આધારે આ કામના આરોપીઓની વોચ તપાસમાં રહી અંગત બાતમીદારો તથા ટેકનીકલ માધ્યમથી તથા નેત્રમ તેમજ ઇ. ગુજકોપની મદદથી આરોપીઓ તથા ગુનામાં વપરાયેલ હુન્ડાઇ આઇ-૧૦ ગાડીની તપાસમાં હતા.
દરમ્યાન મો.સા. નંબર જી.જે.૦૭ જી.સી.૯૯૬૮ ની બીલોદરા ચોકડી ઉપર લાગવેલ નેત્રમના કેમેરા ચેક કરતા એક શકમંદ ઇસમ ફરી.ની મો.સા. ચલાવી લઇ જતો મળી આવેલ જેથી સુંદર ઇસમનો ફોટો મેળવી બાતમીદારો તેમજ હ્યુમન ઇન્ટેલીજન્સના માધ્યમથી માહીતી મળેલ કે, સદર ફોટામાં દેખાતો માણસ નરેશ ઉદાજી ડાભી રહે ગેરતપુર તા.દશકોઇ જીઅમદાવાદનો રહેવાશી છે. જેથી સદર ઇસમને તેના ગામ ગેરતપુરથી પો.સ્ટે. લાવી યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા ઉપરોક્ત ગુના બાબતે કબુલાત કરતા જણાવેલ કે, તેની સાથે તેના મોટા ભાઇ રમેશ ઉદાજી ડાભી તથા જુબેર અહેમદ ઉસ્માનભાઈ શેખ રહે.અમદાવાદ તથા રેખાબેન નાઓએ ફરી.ને હુન્ડાઇ આઇ-૧૦ ગાડી રજી. નંબર જી.જે.૨૭ એ.એ.૬૧૭૫ માં સલુણ ગામ હઠીપુરા કેનાલ પાસેથી બેસાડી પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી મારઝુડ કરી ફરી ના ખીસ્સામાંથી રૂ.૩૭,૯૦૦/- તથા સોનાની બે વીટીઓ તથા ફરી.ના ક્રેડીટ તેમજ ડેબીટ કાર્ડ લઇ લુટ કરી સીહુજ ગામ બી.ઓ.બી, એ.ટી.એમ. પાસે ગાડીમાંથી ઉતારી નાશી ગયેલ હોય જે બાબતે આરોપી નરેશભાઇ ઉર્ફે નટુ ઉદાજી ડાભી રહે ગેરતપુર ઠાકોરવાસ તા.દશકોઇ જીઅમદાવાદ નાઓને ઝડપી લઇ લુટમાં વપરાયેલ ફુન્ડાઇ આઇ-૧૦ ગાડી રજી. નંબર જી.જે.૨૭ એ.એ.૬૧૭૫ કિ.રૂ.૨,૦૦000/- તથા લુટમાં ગયેલ ફરી.ની રકમ માંથી રૂ.૪૫૦૦/- નો મુદ્દામાલ રીકવર કરી ગણતરીના કલાકોમાં લુટના ગુનાને ડીટેક્ટ કરી નડીયાદ રૂરલ સર્વેલન્સ પોલીસ ટીમે કાર્યવાહી હાથ ધરી છે.