દેશ આજે તેનો 75મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો છે. આ દરમિયાન ઈન્ડિયા ગેટના કર્તવ્ય પથ પર ભવ્ય પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરેડની સાથે વિવિધ રાજ્યોની રંગબેરંગી ઝાંખીઓ અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે.
આ દરમિયાન સૌપ્રથમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેશનલ વોર મેમોરિયલમાં બહાદુર શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. એવામાં હવે દર વર્ષની જેમ આ વર્ષે પણ પીએમ મોદીનો લુક ચર્ચાનો વિષય બન્યો છે.
Republic Day 2024 celebrations begin with PM Modi paying homage to bravehearts at National War Memorial
Read @ANI | https://t.co/qkYcD3wgg8#PMModi #RepublicDay #RepublicDay2024 pic.twitter.com/y3XYGGrqvD
— ANI Digital (@ani_digital) January 26, 2024
આ પ્રસંગે પીએમ મોદી ફરી એકવાર ખાસ પ્રકારની પાઘડી પહેરેલા જોવા મળ્યા હતા. આવો જાણીએ કે આ વખતે PMનો લૂક કેવો હતો અને તેની ખાસિયત.
એ વાત તો જાણીતી જ છે કે પીએમ મોદી દર વર્ષે ગણતંત્ર અને સ્વતંત્રતા દિવસ પર અલગ અલગ લુકમાં નજર આવે છે અને ખાસ કરીને એમની પાઘડી આકર્ષણનું કેન્દ્ર બને છે. એવામાં આ વખતે પીએમ મોદીએ ગણતંત્ર દિવસ 2024 માટે બાંધણી પ્રિન્ટની પાઘડી પસંદ કરી હતી. પીએમની પાઘડીનો રંગ મુખ્યત્વે પીળો છે અને આ રંગ ભગવાન રામ સાથે પણ જોડાયેલો માનવામાં આવે છે.
લાલ, ગુલાબી અને પીળા કલરની આ બાંધણી પ્રિન્ટની પાઘડીમાં પીએમ મોદીનો લુક લોકોને પસંદ આવ્યો છે. આ સાથે જ એમને સફેદ રંગના કુર્તા-પાયજામા અને બ્રાઉન રંગની કોટી પહેરી છે અને બ્લેક શૂઝ સાથે લુક કમ્પ્લીટ કર્યો છે.