ખેડા જિલ્લામાં ખેડા તાલુકાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લાકક્ષાના ૭૫મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. કલેકટર દ્વારા ધ્વજવંદન કરી સૌ નાગરિકોને પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
ગુજરાતની સિદ્ધિઓની વાત કરતા કલેકટરએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી આવાસ યોજનાના અમલીકરણમાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રસ્થાને છે. સોલાર ઉત્પાદનમા આશરે ૮૧ % ઉત્પાદન સાથે ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમે છે. ધોરડોને યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરીજમ ઓર્ગેનાઇજેશન દ્વારા વર્લ્ડ બેસ્ટ ટુરીઝમ વિલેજનો એવોર્ડ મળ્યો છે. સાથોસાથ કલેકટરએ ખેડા જિલ્લાના વિકાસના કામો વિષે વિસ્તૃત માહિતી આપી હતી.
કાર્યક્રમ દરમિયાન જિલ્લાના વિકાસ અને પ્રગતિ માટે કલેકટરએ નિવાસી અધિક કલેકટર ભરત જોષીને રૂ.૨૫ લાખનો ચેક અર્પણ કર્યો હતો. તથા પોલીસ જવાનો દ્વારા અશ્વ શો અને ડોગ શો તેમજ જિલ્લાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામા આવ્યા હતા. તેમજ કલેકટર અને મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ પ્રજાસત્તાક દિન ઉજવણી અંતર્ગત જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, એમજીવીસીએલ, પશુપાલન શાખા, ખેતીવાડી કચેરી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, આઈસીડીએસ, જિલ્લા આરોગ્ય કચેરી, જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી, વન વિભાગ, ડીઝાસ્ટર શાખા, વાસ્મો અને આર.ટી.ઓના વિવિધ વિષયો પર ટેબ્લો રજૂ કરવામાં આવ્યા હતા. સાથે જ વિવિધ ક્ષેત્રોએ ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ ૧૪ લોકોનું સન્માન મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકરી, જિલ્લા પોલીસ અધિક્ષક, મદદનીશ કલેક્ટર, અધિક નિવાસી કલેક્ટર, સહિત જિલ્લાના તમામ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો અને વિધ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા રહ્યા હતા.
રિપોર્ટર – યેશા શાહ(ખેડા)