નવી બંદરના દરિયામાં ફિશિંગ કરતી વખતે એક પીલાણાના માલિકે નજીકમાં રહેલ માધવપુરના પિલાણાના માલિકને તેનું પીલાણું દુર રાખવાનું કહેતા તે પીલાણામાં રહેલ ચાર શખ્સો એ ગાળો કાઢી મારી નાખવાની ધમકી આપી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જો કે સ્થાનિકોએ માધવપુર થી આવતા આ પિલાણા માલિકો સામે ગંભીર આક્ષેપો કર્યા હતા.
નવી બંદરના ખારા જાપા પાસે રહેતા અને માછીમારી કરતા નરસીંહ હીરાભાઈ પવનીયા એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેની પાસે નેજાધારી નામનું પીલાણું છે. આજે સવારે પોતે તથા પિતા હીરા કાનાભાઈ પવનીયા, મોટાભાઈ હરીશ, નાનોભાઈ સાગર તથા ખલાસી દ્રવિડ મહેશભાઈ સલેટ એમ ૫ લોકો પીલાણું લઇને મચ્છીમારી કરવા માટે ગયા હતા અને દરિયામાં એકાદ કિમી દુર પાણીમાં મચ્છીમારીની જાળ નાખતો હતો તે દરમ્યાન માધવપુર બાજુના દરીયામાં થી વેલેન્સા નામનું પીલાણું આવ્યું હતું જેમાં ૪ શખ્સો હતા. નરસિંહે માછીમારીની જાળ નાખવી હોવાથી તેઓને તેનું પીલાણુ થોડુ દુર જવાનું કહેતા સામેના પીલાણામાં રહેલ ચાર શખ્સોમાંથી એક શખ્સના હાથમાં એક ધોકા જેવું હથીયાર હતુ. તેણે નરસિંહ તથા પીલાણામાં અન્ય લોકોને જેમફાવે તેમ ગાળાગાળી કરી હતી આથી નરસિંહે ગાળો કાઢવાની ના પાડતા ચારેય શખ્સોએ “ તમારાથી થાય તે કરી લેજો અને અમારી સામે આવ્યા તો તમને જીવતા નહી રહેવા દઈએ “ તેવી ધમકી આપી હતી. તે દરમ્યાન નવીબંદર ગામના અન્ય પીલાણા ત્યાં આવ્યા હતા અને ઝઘડો બંધ કરવા જણાવ્યું હતું ત્યારે વેલેન્સા નામના પીલાણામાંથી કોઈએ છુટા પથ્થરનો ઘા કરતા અન્ય પીલાણામાં રહેલ નિમેષ સમજીભાઈ સલેટના પગમાં લાગતા તેને મુંઢ ઇજા થઇ હતી.
ત્યાર બાદ માધવપુર તરફથી અન્ય પીલાણા આવતા વેલેન્સા પીલાણું લઇ તેની સાથે ખલાસીઓ જતા રહ્યા હતા ત્યાર બાદ નરસિંહ અન્ય સ્થાનિકોને સાથે રાખી નવી બંદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
આ અંગે જાણ થતા મોટી સંખ્યામાં સ્થાનિક માછીમારો પોલીસ મથકે એકત્ર થઇ ગયા હતા અને મીડિયાને એવું પણ જણાવ્યું હતું કે માધવપુર તરફના પિલાણાઓનો છેલ્લા છ માસથી ત્રાસ છે અને તેઓ દ્વારા અવારનવાર દરિયામાં ગાળાગાળીના બનાવ બને છે. તે લોકો ગ્રુપમાં ફિશિંગ કરતા હોય છે અને નવી બંદરના પીલાણાને ઘેરી હેરાનગતી કરે છે. અગાઉ પણ આ પ્રકારના અનેક બનાવ બન્યા છે. સ્થાનિકો એ તો આ મામલે અનેક ગંભીર આક્ષેપ પણ કર્યા હતા.
પોલીસ મથકે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્ર
આ અંગે જાણ થતા મોટી સંખ્યા માં સ્થાનિક માછીમારો પોલીસ મથકે એકત્ર થઇ ગયા હતા અને મીડિયાને એવું પણ જણાવ્યું હતું કે માધવપુર તરફના પિલાણાઓનો છેલ્લા છ માસથી ત્રાસ છે. અવારનવાર દરિયામાં ગાળાગાળીના બનાવ બને છે તે લોકો ગ્રુપ માં ફિશિંગ કરતા હોય છે અને નવી બંદર ના પીલાણા ને ઘેરી લે છે અગાઉ પણ આ પ્રકાર ના અનેક બનાવ બન્યા છે. ભગવાન ના ધ્વજ ઉતારી લેવા જણાવે છે. આજે પણ ભગવાનનો ધ્વજ તોડી નાખ્યો હતો. મિયાણીમાં પણ આ રીતે જ હેરાનગતી હતી
નવી બંદર સમસ્ત ખારવા જ્ઞાતિ ના પ્રમુખ કાન્તીભાઈ કાણકિયાને જાણ થતા તેઓ પણ પોરબંદરથી નવી બંદર દોડી ગયા હતા અને પોલીસ મથકે રજૂઆત કરી હતી ત્યાર બાદ મીડિયા સાથે વાતચીતમાં એવું જણાવ્યું હતું કે માધવપુરથી આવતા આ મછિયારાઓનો મિયાણીમાં પણ ખુબ ત્રાસ હતો ત્યાં પણ સ્થાનિક માછીમારોને હેરાન કરતા હતા અને પથ્થરમારો કરતા હતા ત્યાંથી તમામને દુર કર્યા બાદ માધવપુર આવ્યા છે અને અહી પણ છેલ્લા છ માસથી નવી બંદરના માછીમારોને વિવિધ રીતે હેરાન કરે છે તેમ છતાં સ્થાનિકો સહન કરે છે – જ્ઞાતિના પ્રમુખ કાન્તીભાઈ કાણકિયા
ભગવાન ને ગાળો કાઢી ,ભગવો ધ્વજ તોડી નાખ્યો – અમિતભાઈ કાણકીયા,સરપંચ
નવી બંદર ના સરપંચ અમિતભાઈ કાણકીયા એ મીડિયા સાથે વાતચીત માં એવું જણાવ્યું હતું કે આજે ગામના કેટલાક લોકો ફિશિંગ કરવા ગયા હતા ત્યારે માધવપુરના વિધર્મી મછિયારાઓ એ તેને અને ભગવાન વિશે ગાળો કાઢી હતી અને રામ અને હનુમાનજીની ધ્વજા પણ તોડી નાખી હતી.
પોલીસે ક્રોસ ફરિયાદ પણ લીધી, પોલીસનું શંકાસ્પદ વલણ.
પોરબંદર નજીકના નવીબંદરના દરિયામાં મારછીમારી કરી રહેલા નવીબંદર ખારવા સમાજના મારછીમારો ઉપર માધવપુરના મછીયારાઓએ હુમલો કર્યાના બનાવમાં ક્રોસ ફરીયાદ નોંધાવાઈ છે.
માધવપુરના બંદર કાંઠે રહેતા અને માછીમારી કરતા અકબર ઈસ્માઈલ લુચ્ચાણી નામના યુવાને એવી પોલીસ ફરીયાદ નોંધાવી છે કે વલી અન્શા નામનું પીલાણું નાની હોડી લઇને તે તથા તેનો નાનો ભાઈ ઈમ્તિયાઝ તથા ખલાસી સુરેશ અને નસીર માધવપુરથી માછીમારી કરવા નીકળ્યા હતા અને નવીબંદર ગામ નજીક દરિયામાં હતા ત્યારે નવીબંદર ગામના હરીશભાઈ ખારવા અને અજાણ્યા ત્રણ માણસો પીલાણું લઈને ત્યાં આવ્યા હતા અને ફરીયાદી અકબરને “અહી તમારા બાપનો દરિયો નથી અહી તમે કેમ જાળ નાખો છો તેમ કહેતા ફરીયાદીએ તેને એવું કહ્યું હતું કે, અમે દરિયામાં ગમે ત્યાં મારછીમારી કરી શકીએ છીએ તમે અમને મારછીમારી કરતા રોકી શકો નહી. તેથી હરીશ પીલાણા નજીક આવી ગયો હતો અને લાકડાનો ધોકો કાઢીને ફરીયાદીના ભાઈ ઈમ્તિયાઝને માર માર્યો હતો. આથી ભાઈને બચાવા પોતે વચ્ચે પડતા તેને પણ માર માર્યો હતો. એ દરમિયાન માધવપુર તરફથી ઘણા પીલાણાઓ આવતા જોઈને હરીશ તથા તેના માણસો ગાળો બોલવા લાગ્યા હતા અને આ બાજુ માછીમારી કરવા આવ્યા તો જાનથી મારી નાખશું તેવી ધમકી આપી જતા રહ્યા હતા. આથી ફરીયાદી તેનું પીલાણું લઈને માધવપુર ગયો હતો અને તેના નાના ભાઈ ઈમ્તિયાઝ