સુરત જિલ્લા ભાજપા કાર્યાલય બારડોલી ખાતે દક્ષિણ ઝોનના ક્લસ્ટર પ્રભારી ડૉ જયોતિબેન પંડયાની અધ્યક્ષતામાં એક અગત્યની બેઠક મળી હતી.જેમાં જિલ્લા પ્રમુખ ભરતભાઈ રાઠોડએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું. કે. પાર્ટી સંગઠને ૭૫ ટકા કામ કરી દીધું છે.હવે બાકીનું 25 ટકા કામ હવે કાર્યકર્તાએ કરવાનું છે. આ લોકસભાની ચૂંટણીમાં દરેક કાર્યકર્તાઓને પોતાની જવાબદારી પૂર્વક મહત્તમ યોગદાન આપવા માટે હકાલ કરી હતી.
પ્રભારી મધુભાઈ કથીરીયાએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું. કે. અયોધ્યા માં 22મી એ ભગવાન શ્રી રામ બિરાજ્યા અને લોકના મનમાં વસી ગયા.પાર્ટીમાં પરિશ્રમનું ફળ મળે જ છે.પ્રદેશ પ્રમુખ સી આર પાટીલજીનું જે તમામ લોકસભા 5 લાખ મતોની સરસાઈથી જીતવાનું સ્વપ્ન છે.તે પૂરું કરવા માટે એડી ચોટીનું જોર લાવીને કામ કરીશું.
વધુમાં માં મન કી બાત કાર્યક્રમમાં દક્ષિણ ઝોન 35900 ફોટો અપલોડ કરીને પ્રથમ ક્રમે આવે છે. બીજું રાજીવ ગાંધીનો 414 સીટ જીતવાનો રેકોર્ડ તોડવા માટે કામે લાગી જવા માટે આહવાન કર્યું હતું.
ત્યાર બાદ ક્લસ્ટર પ્રભારી જ્યોતિબેન પંડ્યાએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે. કેન્દ્રમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 10 વર્ષમાં જે રીતે કટિબદ્ધ થઈને 24X7 કામ કરી રહ્યા છે. હમ રહે ના રહે યે કરવા બઢતે રહેના ચાહીયે. તેવી વિચારધારા જીવંત રાખીને દરેક કાર્યકર્તાઓને પોતાની જવાબદારી અદા કરવી.આ પ્લેટ ફોર્મ પર કામ કરીને અનુભવ થકી ટાઈમે મેનેજમેન્ટ શીખવાનો અવસર પ્રાપ્ત થયો છે.આ પરી પ્રેક્ષ્યમાં આપની ભૂમિકા સમજીને તન મન થી તૈયારી કરી ને કામ કરીએ તો આઉટપુટ ચોક્કસ મળશે.ભાજપા એક હાઇટેક પ્રોફશનલ પોલિટિકલ પાર્ટી છે. વધુમાં પાર્ટીના આગમી ગાવ ચલો અભિયાન,વોલ પૈતિંગ,લાભાર્થી સંપર્ક અભિયાન , બુથ સશકિતકરણ અભિયાન,શક્તિ વંદન સ્વસહાય જુથ,અયોધ્યા દર્શન,પાર્ટી જોઇનીગ, અભિયાન અંગે માહિતી આપી હતી .
” ગાવ ચલો અભિયાન “અંતર્ગત ગુજરાત પ્રદેશ સહ સંયોજક જગદીશભાઈ પારેખએ વિસ્તૃત માહિતી આપી હતી.અને આગામી દિવસોમાં પાર્ટીના ગાવ ચલો અભિયાન અને બુથ સંપર્ક અભિયાન સંયોજક, પ્રવાસી કાર્યકર્તા,વરણી,કામગીરી, મોનીટરીંગ, અને સંગઠનાત્મક કામો , અંગે માહિતી આપી હતી.
લોકસભાની આ બેઠક માં ક્લસ્ટર પ્રભારી ડો. જ્યોતિબેન પંડ્યા સુરત જિલ્લા પ્રભારી ઉષાબેન પટેલ , સુરત શહેરના પ્રભારી શીતલબેન સોની, બારડોલી લોકસભાના માધુભાઈ કઠેરીયા સુરત શહેર પ્રમુખ નિરંજનભાઈ ઝાંઝમેરા , બારડોલીના ધારાસભ્ય ઇશ્વરભાઇ પરમાર, મહુવાના ધારાસભ્ય મોહનભાઈ ડોડીયા, સુરત જીલ્લા પ્રમુખ ભરતભાઈ રાઠોડ,મહામંત્રીઓ જીગર ભાઈ નાયક રાજેશ ભાઈ પટેલ કિશનભાઈ પટેલ, તાપી જિલ્લા પ્રમુખ મયંકભાઇ જોશિ, મહામંત્રીઓ રાકેશભાઈ કાચવાલા, ડૉ.નિલેશભાઈ ચોધરી, સુહાગભાઈ પાડવી, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ, તાપી જિલ્લા પંચાયત પ્રમુખ જલામશિંહ , ભાવેશભાઈ પટેલ, તેજસ વશી,ગુણવંતભાઈ દેસાઈ, અર્જુનભાઈ ચોધરી, તથા હોદેદારો પદાધિકારીઓ અપેક્ષિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતા.
આ બેઠકનું સંચાલન જયરામભાઈ ગામીતે કર્યું હતું.જયારે આભાર વિધિ જીગરભાઈ નાયકે કરી હતી.