વિકસિત ભારતના સંકલ્પ સાથે શિક્ષણ ક્ષેત્રમાં પ્રતિભાવાન કૌશલયુક્ત વિદ્યાર્થીઓના દેશ માટે તૈયાર થાય તે ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા આ અંદાજપત્રમાં ગત વર્ષ કરતાં 26.3 ટકાના વૃદ્ધિ સાથે અંદાજપત્રમાં સૌથી વધુ 55,114 કરોડનું જોગવાઈ શિક્ષણ ક્ષેત્ર માટે કરવામાં આવી.
દેશમાં શિક્ષણ ક્ષેત્રે સૌપ્રથમ પહેલ કરી શિક્ષણની કામગીરીની દેખરેખ અને અધ્યતન સુવિધાઓના મોનિટરિંગ માટે ” વિદ્યા સમીક્ષા કેન્દ્ર” ની જોગવાઈ પણ સરકારનો ઉત્તમ પ્રયાસ દર્શાવે છે શિક્ષણની ગુણવત્તાઓને ખરાઈ કરવા. 162 નવી સરકારી માધ્યમિક શાળા તથા 10 નવી રાષ્ટ્રીય માધ્યમિક શાળાઓ, બિન આદિજાતિ વિસ્તારમાં 8 મહાવિદ્યાલય અને આદિજાતિ વિસ્તારમાં 2 નવી મહાવિદ્યાલયની જોગવાઈ આ અંદાજપત્રમાં કરાય છે.
વિકાસના દ્રઢ સંકલ્પ માટે નવીન અવનવા પ્રયોગો અને વિદ્યાર્થીઓમાં વિવિધ નવાચારોનો પ્રકલ્પ અને નવી શોધ માં વૃદ્ધિ માટે વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રવાહ લેવા પ્રોત્સાહિત કરવા ” વિજ્ઞાન સાધના સ્કોલરશીપ” યોજના નું અમલીકરણ નું વિદ્યાર્થી પરિષદ સ્વાગત કરે છે. ધોરણ 10 માં 50% થી વધુ મેળવનાર તમામ વિદ્યાર્થીઓ ધોરણ 11 અને 12 ની ગુજરાત બોર્ડના વિજ્ઞાન પ્રવાહ લેનાર પાંચ લાખ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને માટે પ્રતિવર્ષ 10,000 અને 15000 અનુક્રમે ધોરણ 11 અને 12 માં સ્કોલરશીપ આપવામાં આવશે અને જે માટે 250 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
ગ્રાન્ટિનેડ માધ્યમિક શાળાઓમાં ધોરણ 9 થી 12 માં અભ્યાસરત લગભગ 1 લાખ વિદ્યાર્થીઓ માટે ટ્રાન્સપોર્ટ સહાય યોજના, “શોધ યોજના” અંતર્ગત પીએચડી કોર્સમાં સંશોધન કરતા વિદ્યાર્થીઓ માટે ઉચ્ચકક્ષાનું ગુણવત્તા યુક્ત સંશોધન માટે 2000 વિદ્યાર્થીઓને 40 કરોડની જોગવાઈ, 2500 જેટલા પ્રભાવશાળી વિદ્યાર્થીઓ માટે મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના, સ્ટાર્ટઅપ ને વધુ વેગ મળે તે માટે નવનિર્મિત I-hub ખાતેના સ્ટાર્ટઅપ વર્ક સ્ટેશન તેમજ સરકારી ટેકનીકલ સંસ્થાઓમાં વિવિધ ભવનોના સંચાલન માટે 42 કરોડની જોગવાઈ.
સ્ત્રી શિક્ષણને પ્રોત્સાહન આપવા “નમો લક્ષ્મી યોજના” ની જાહેરાત કરાય અને તબીબી ક્ષેત્ર અભ્યાસરત 4500 કન્યાઓ માટે “મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ” યોજના નું વિદ્યાર્થી પરિષદ સ્વાગત કરે છે. શિક્ષણને ડિજિટલ સુવિધા કરવાના લક્ષ્ય સાથે મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ 2.0 ની જાહેરાત કરવામાં આવી. આંગણવાડી 2.0 , પ્રાથમિક શાળાઓ માટે નવા બાંધકામ તેમજ કોમ્પ્યુટર જેવી આવી સુવિધાઓ ની જોગવાઈ પણ અંદાજપત્રમાં કરવામાં આવી છે.
ગુજરાતની જાહેર જનતાને ધ્યાનમાં લઇ પરિવહન ક્ષેત્ર 2500 જેટલી નવી બસોની જોગવાઈ, શહેરી વિકાસને વેગવંતુ બનાવવા 7 નવી મહાનગરપાલિકાઓની ઘોષણા, ગુજરાતની જનતાને પોલીસ-ફાયર બ્રિગેડ સહિતની સેવાઓ સરળતાથી ઉપલબ્ધ રહે તેના માટે જનરક્ષક ટોલ ફ્રી નંબર, મેટ્રો સુવિધાઓનો વધારો, રિવરફ્રન્ટ કનેક્ટિવિટી ગાંધીનગર સુધી, સ્ત્રીઓની શારીરિક અને માનસિક અને શિક્ષણને પોષણલક્ષી યોજનાઓની જોગવાઈ જેવી અનેક યોજનાઓ અને ઘોષણાઓનું અભાવિપ ગુજરાત સ્વાગત અને અભિવાદન કરે છે.
અભાવિપ ગુજરાતના પ્રદેશ મંત્રી શ્રી સમર્થભાઈ ભટ્ટ જણાવે છે કે, “ગુજરાત અંદાજપત્ર 2024-25 સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ માળખીય સુવિધાઓ, આર્થિક ગતિવિધિ નો વિકાસ ગ્રીન ગ્રોથ પર આધારિત શિક્ષણયુક્ત બજેટ છે. આ બજેટ માત્ર વિદ્યાર્થીઓને ગુણવત્તા યુક્ત શિક્ષણ જ નહીં પરંતુ ઘણા બધા ભવિષ્યમાં કારકિર્દી માટે નવા રસ્તાઓને ખોલી આપતો ઉત્તમ બજેટ છે. ગુજરાતના સૌથી મોટા ઐતિહાસિક બજેટમાં સૌથી વધુ ફાળવણી શિક્ષણ ક્ષેત્રને કરાય છે જેનું વિદ્યાર્થી પરિષદ સ્વાગત કરે છે.”