ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આવેલી બધીર બાળકો માટે ની રાજ્ય કક્ષાની એક માત્ર સંસ્થા બધીર વિદ્યાલય ખાતે ૪૮મો વાર્ષિકોત્સવ સંતરામ મંદિર નડિયાદના સંત પૂ. હરિદાસજી મહારાજ, ઉપપ્રમુખ જયંત કોટડીયા, કલેકટર કે એલ બચાણી, અમૂલના ચેરમેન વિપુલ પટેલ, અને બધીર વિદ્યાલયના ચેરમેન ડો. જે.સી .પટેલ ની ઉપસ્થિતિમાં યોજાયો. રોટરી ક્લબ નડિયાદ સમાજ સેવા સંશોધન ટ્રસ્ટ અંતર્ગત રાજ્યમાં પ્રથમ નંબરે આવતી આ સંસ્થા છે. બધીર વિદ્યાલયમાં રહીને અભ્યાસ કરતા બધીર બાળકો દ્વારા વિવિધ સામાજિક પરિસ્થિતિને રજૂ કરતા વિવિધ પાત્રો રજૂ કરાયા હતા.જેમા મુક- બધીર બાળકો દ્વારા આ વાર્ષિકોત્સવ માં સફાઈ ઝુંબેશ, અયોધ્યા અંતર્ગત મેરે ઘર રામ આયા, સિયારામ આલ્બમ, સંસ્કારોનું સિંચન કરતા નાટક દેશભક્તિ ગીત ની રજૂઆત કરવામાં આવી. ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીઓ મુક- બધીર છે. આ પ્રસંગે જયંતિ કોટડીયા એ પરિચય આપ્યો તથા કે એલ બચાણી અને વિપુલભાઈ પટેલે સંસ્થાની કામગીરી અને રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સ્તરે આ મુક બધીર બાળકો ટ્રોફીઓ સન્માન પત્ર લાવી સંસ્થાનું ગૌરવ વધાર્યું.
તે માટે તેમને અભિનંદન પાઠવી સંતરામ મંદિર તથા અમુલ દ્વારા સંસ્થાના વિકાસ માટે દાન અર્પણ કરાયા હતા.
ઉલ્લેખનીય છે કે આજ સંસ્થાની મુક બધીર વિદ્યાર્થીની ભાવિકાબેન ઠક્કર ધોરણ 10 સુધીનું વિશેષ. એજ્યુકેશન મેળવી ફાઇનાન્સ અને ટીડી નો કોર્સ પૂર્ણ કરી ચિત્ર શિક્ષક તરીકે આ બાળકોને શીખવાડે છે. અને સંસ્થાના ગૌરવ રૂપ આ બેનને કલેકટર દ્વારા દિવ્યાંગોના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કલેકટર કચેરી ખાતે નિમણૂક કરી છે. જ્યારે પણ જરૂર પડે કલેકટર કચેરી ખાતે તેમને ચિત્ર અને રંગોળી માટે બોલાવવામાં આવે છે.