બોલિવૂડ ઈન્ડસ્ટ્રીનો એક્શન સ્ટાર ખેલાડી અક્ષય કુમાર ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં‘ને લઈને ચર્ચામાં છે. અક્ષય કુમારની આ ફિલ્મને લઈને હંમેશા કોઈને કોઈ અપડેટ આવતી રહે છે. એકટ્રેસ રશ્મિકા મંડન્ના, કેટરિના કૈફ અને આલિયા ભટ્ટની જેમ હવે અક્ષય કુમાર પણ ડીપફેકનો શિકાર બન્યો છે.
મળતી માહિતી પ્રમાણે ખેલાડીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે એક ગેમિંગ એપને પ્રમોટ કરતો જોવા મળી રહ્યો છે. વાયરલ વીડિયો અક્ષય કુમારનો AI જનરેટેડ વીડિયો છે જેમાં તે લોકોને ગેમિંગ એપ્લિકેશનનો પ્રચાર કરતો જોવા મળે છે.
dear @akshaykumar sir
this is a matter of concern when #deepfake videos are circulating over social media & misleading people
Needs timely & harsh action pic.twitter.com/Qj1IA151ji
— Puneet (@iampuneet_07) November 8, 2023
રિપોર્ટ અનુસાર, ખેલાડી અભિનેતાએ આવા કોઈપણ પ્રમોશનનો ભાગ બનવાનો ઇનકાર કર્યો છે. અક્ષય કુમારે પોતાની ઓળખનો દુરુપયોગ કરવા બદલ વીડિયો બનાવનારાઓ અને જવાબદાર સોશિયલ મીડિયા હેન્ડલ્સ વિરુદ્ધ સાયબર ફરિયાદ નોંધાવી છે.