અનિશ્ચિતતાની આંધીમાં અટવાયેલા પાકિસ્તાનમાં બે દિવસ પછી તારીખ 8મી ફેબ્રુઆરી ને ગુરવારે નવી સસ્કાર માટે મતદાન થવાનું છે. પાકિસ્તાનમાં ચૂંટણીનો જબરજસ્ત પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે જ આતંકવાદી હુમલાઓના કારણે હલયલ પેદા થઇ છે. પાકિસ્તાનમાં આપ તો આતંકવાદીઓ રોજે રોજ હુમલાઓ કરી રહ્યા છે. નાના નાના આતંકવાદી હુમલાઓની તો હવે દુનિયા નોંપ પણ નથી લેતી કોઈ મોટી ઘટના બને ત્યારે તેની ચર્ચા થાય છે. આ દરમિયાનમાં પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્યામાં થયેલા એક આતંકવાદી હુમલામાં દસ પોલીસમેન માર્યા ગયા છે. આતંકવાદીઓએ દરબન શહેરના પોલીસ સ્ટેશનને ચારે તરફથી ઘેરી લઇ અંધાધૂધ ઠાયરિંગ કર્યું હતું પોલીસ સ્ટેશનમાં ગ્રેનેડ પણ ફ્રેંડયા હતા દસ પોલીસને પતાવીને આતંકવાદીઓ આરામથી નાસી છૂટયા હતા છેલ્લા એક અઠવાડિયામાં પાકિસ્તાનમાં પાંચથી વધુ આતંકવાદી હુમલા થયા છે. એક હુમલામાં ભૂતપૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટી તહેરીક એ-ઇન્સાફના ઉમેદવારની હત્યા કરી દેવામાં આવી હતી આમ તો ઇમરાનની પાર્ટીને ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. ઈમરાનના સમર્થકો ચૂંટણી લડી ૨હ્યા છે. કરાયીમાં ચૂંટણી પંચના કાર્યાલયની બહાર વિસ્કોટ થયો હતો હજ ચૂંટણી સાધીના દિવસોમાં કઇ પણ બની શકે છે. પાકિસ્તાની મીડિયા જ કહે છે કે, અત્યારનો સમય બહુ ભારે છે. મતદાન તો થશે પણ એ પહેલા આતંકવાદી હુમલામાં કેટલા લોકોના જીવ જશે એ કહેવું અઘરું છે. નિષ્ણાતો ત્યાં સુધીની વાત કરે છે કે, ચૂંટણી પતી જાય એનાથી પણ વાત પૂરી થઇ જવાની નથી. નવી સરકાર આવી ગયા પછી પણ સંકટો અને સમસ્યાઓથી મુક્તિ મળે એ વાતમાં માલ નથી.
પાકિસ્તાન વિશે અમેરિકાએ એવી દહેશત વ્યક્ત કરી છે કે, ચૂંટણી દરમિયાન અને ચૂંટણી પછી પાકિસ્તાનમાં વાતાવરણ બગડી શકે છે અમેરિકાએ પોતાના નાગરિકોને સાવચેત રહેવાની એડવાઈઝરી પણ જાહેર કરી છે. આતંકવાદીઓએ તો ઉપાડો લીધો જ છે. લોકો પણ અનેક કારણોથી નારાજ છે. મોંઘવારી અને બેકારીના કારણે લોકોમાં ધૂંધવાટ છે. લોકોને કોઇ રાજકારણી પર ભરોસો નથી બધા નેતાઓ પોતાના ઘર ભરવા માટે જ રાજકારણ ખેલી રહ્યા છે. દેશ કે દેશના લોકોની કોઈને પરવા નથી. આ વખતે ઇમરાન ખાન ચૂંટણી મેદાનમાં નથી. ઇમરાન ખાનની પોલિટિકલ કરિયર વિવાદાસ્પદ રહી છે એમાં ના નહીં છતાં ઇમરાન પાકિસ્તાનમાં લોકપ્રિય છે ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા ઇમરાન ખાન જીવતેજીવ જેલની બહાર ન નીકળી શકે એવો બંદોબસ્ત પાકિસ્તાનની સેના અને જાસૂસી સંસ્થાએ કરી લીધો છે ઇમરાનની પત્ની બુશરાબીબીને પણ જેલમાં ધકેલી દેવામાં આવી છે. 71 વર્ષના ઇમરાન ખાન સામે અનેક કેસ છે. ઇમરાન ખાન અગાઉ જનરલ મુશર્રક અને નવાઝ શરીકે કર્યું હતું એમ પાકિસ્તાન છોડીને જઇ શકતા હતા પણ તેમણે ભાગવાનું પસંદ ન કર્યું ઇમરાને કહ્યું કે, જેલમાં મરી જવું પડે તો ભલે પણ હું પાકિસ્તાન નહીં છોડું.
પાકિસ્તાનની ચૂંટણીમાં સેના અને જાસૂસી સંસ્થા આઇએસઆઇની ભૂમિકા બહુ મોરી હોય છે એ બંને પારે એ જ પાર્ટી ચૂંટણી જીતી શકે છે અને એ ઇચ્છે એ જ વ્યક્તિ વડાપ્રધાન બની શકે છે. આ વખતે નવાઝ શરીકને જીતાડવા માટે સેના અને બાઇએસઆઇ સક્રિય છે નવાઝ શરીફ અગાઉ ત્રણ વખત વડાપ્રધાન રહી ચૂક્યા છે નવાઝ શરીક સામે પણ ભ્રાયારના અનેક કેસો નોંધાયેલા છે. પનામા પેપર્સમાં તેમનું નામ ઉછળ્યું હતું નવાઝ શરીફને પણ જેલમાં ધકેલી દેવાયા હતા જેલમાં નવાઝ રાટીકની તબિયત બગડી હતી અને તેણે સારવાર માટે વિદેશ જવા દેવાની અરજ કરી હતી એ વખતે ઇમરાનની સરસ્કાર હતી. નવાઝ શરીફ સારવાર માટે લડન ગયા પછી પાછા આવ્યા જ નહીં તેને ખબર હતી કે પાકિસ્તાનમાં પગ મૂકયો તો પાછા જેલમાં ધકેલાઇ જશું સાજા થઈ ગયા પછી પણ નવાઝ શરીક લંડનમાં જ સ્વહ્યા અને ત્યાં બેસીને રાજકારણ ખેલતા હ્યા. ઇમરાન ખાનની સરકારને ઉથલાવી દેવાનું પણ નવાઝ શરીફની આગેવાનીમાં જ નક્કી થયું હતું નવાઝ શરોકના ભાઇ શહેબાઝ શરીક વડાપ્રધાન બન્યા એ પછી તેમણે પોતાના ભાઇ નવાઝ રારીક પાછા પાકિસ્તાન આવી શકે એ માટે કાયદામાં જરૂરી કેરકારો કર્યા અને નવાઝ શરીકનું વાજતે ગાજતે પાકિસ્તાનમાં આગમન થયું નવાઝની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ અત્યારે સૌથી મોખરે હોવાનું માનવામાં આવે છે. નવાઝ શરીફ પોતાની દીકરી મરીયમને પોતાના ઉત્તરાધિકારી તરીકે તૈયાર કરી રહ્યા છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાંપ્રધાન બેનઝીર ભુટ્ટોનો દીકરો બિલાવલ પણ વડાપ્રધાન બનવાના સપના જોવે છે એક સમયે ઇમરાન ખાનની નજીક રહેલા જહાંગીર તરીન આ વખતે પોતાની અલગ પાર્ટી ઇસ્તેહકામ -એ પાકિસ્તાન બનાવીને મેદાનમાં ઉતર્યા છે. આ બધા વચ્ચે સૌથી વધુ ચર્ચા તો ભારતના મોસ્ટ વોન્ટેડ ટેરરિસ્ટ હાકિઝ સઇદની પાર્ટી છે પાકિસ્તાનમાં જેલની હવા ખાઇ રહેલા હાકિઝ સઇદે પાકિસ્તાન મરકજી મુસ્લિમ લીગ નામની રાજકીય પાર્ટી બનાવી છે. હાકિઝ સઇદનો દીકરો તલ્ડ પાર્ટીનું કામકાજ સંભાળી રહ્યો છે. હાફિઝ સઇદે પોતાના સગા વહાલાઓ સહિત અનેક આતંકવાદીઓને ટિકિટ આપી છે જો કે તેનું ચૂંટણીમાં ખાસ કઈ ઉપજે એવી લાગતું નથી આ ઉપરાંત મૌલાના કઝલુર રહેમાન સહિત અનેક કટ્ટરવાદી નેતાઓની પાર્ટીઓ પણ ચૂંટણીના મેદાનમાં છે લોકો કરી રહ્યા છે કે સરકાર જેની આવવી હોય એની આવે પાકિસ્તાનની હાલતમાં કોઇ ફેર તો નથી જ થવાનો ઉલટું દેશની હાલત વધુ દયાજનક થઈ જવાની છે.
પાકિસ્તાનના ચૂંટણી જંગમાં કોઇ પાર્ટીએ એવું કહ્યું નથી કે, અમે સત્તા પર આવીશું તો આ રીતે દેશને સંકટોમાંથી બહાર લાવીશું પાકિસ્તાનના નેતાઓમા નથી કોઇ વિઝન કે નથી કોઈની પાસે દેશી ગાડી પાટે ચડાવવાનો રોડમેપ પાકિસ્તાન ઇન્ટરનેશનલ મોનિટરી ઠંડની મહેરબાનીથી ટકી રહ્યું છે. પાકિસ્તાનના કેરટેકર વડાપ્રધાન અનવર ઉલ હક કાકરના સમય દરમિયાન પાકિસ્તાનની હાલત વધુ ખરાબ થઇ છે. પાકિસ્તાન પર અત્યારે સો અબજ ડોલર કરતા વધુનું દેવું છે. યીનના દેવા હેઠળ પાકિસ્તાન દબાયેલું છે પાકિસ્તાન ગમે તે કરે તો પણ આર્થિક સંકટમાંથી બહાર નીકળી શકે એમ નથી પાકિસ્તાનના અર્થશાસ્ત્રીઓ જ એવુ કહી રહ્યા છે કે, થૂંકના સાંધા ક્યાં સુધી ચાલવાના છે? વહેલું કે મોડુ પાકિસ્તાનનું આર્થિક પતન નિશ્ચિત છે પાકિસ્તાનના આતંકવાદી સંગઠન તહેરીક એ-તાલિબાને પાકિસ્તાન પર કબજો કરીને દેશમાં ઇસ્લામિક કાનૂન સ્થાપવાનું એલાન કર્યું છે. બલૂચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીરમાં સરકાર સામે પ્રચંડ દેખાવો થઇ રસ્યા છે. પાકિસ્તાનના ઇરાન અને અકવાનિસ્તાન સાથેના સંબંધો પણ બગડેલા છે. પાકિસ્તાન આપણો પડોશી દેશ છે. પાકિસ્તાનમાં જે કંઈ થાય એની નાની મોટી અસરો આપણા દેશને થતી હોય છે આપ તો પાકિસ્તાન પોતાનામાં અટવાયેલું રહે એ આપણા માટે સારું જ છે પાકિસ્તાન પોતાના પાપે જ મરવાનું છે. આતંકવાદીઓ શાંત બેસવાના નથી અને નવી સરકાર પણ કંઇ ઉકાળી શકે એવી શક્યતાઓ નથી