જય શ્રીરામ સેના 17 રાજ્યમાં હિન્દુત્વની અસ્મિતા, ગરિમા અને સુરક્ષા માટે કાર્યરત છે. ત્યારે ગુજરાત ખાતે જય શ્રીરામ સેનાની શુભ શરુઆત થઇ છે.આજ રોજ જય શ્રીરામ સેના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ પરમચેતન બાપુ પીનાક મોદીની અધ્યક્ષતામાં બારડોલીના સર્કીટ હોઉસ ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જય શ્રી રામ સેના , ગુજરાત પ્રદેશના વિવિધ હોદ્દેદારો તેમજ જય શ્રીરામ સેના ગુજરાત પ્રદેશ દ્વારા આગામી તારીખ ૧૧/૦૨/૨૦૨૪ ના રોજ બારડોલીના સરદાર ચોક ખાતે કારસેવકોનો સન્માન સમારોહ રાખવામાં આવ્યો છે, તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. અને તમામ હિન્દુઓને કારસેવકોના સમ્માન સમારોહમાં અચૂક હાજર રહેવા અપીલ કરી હતી.
રીપોર્ટર-તેજસ વશી . (સુરત)