પવિત્ર યાત્રાધામ ડાકોરમાં ઘણી બધી જગ્યાએ ગટરના પાણીની ઠેરઠેર સમસ્યા છે, અગાઉ પણ ગંદકી મામલે ડાકોરના વેપારીઓએ આક્રમક સ્વરૂપ ધારણ કર્યું હતું, પરંતુ સમસ્યા દૂર થઈ નથી.
હાલ પણ સ્થિતિ ઠેરની ઠેર રહી છે હવે તો વાત એટલી હદે વધી કે આ ગટરના ગંદા પાણી બહાર ઉભરાઈને ગોમતી તળાવમાં જતાં લાખો શ્રદ્ધાળુઓના આસ્થાને ઠેસ પહોંચી છે નજીકમાં જ હવે ફાગણી પૂનમ આવી રહી છે ત્યારે ડાકોરમાં વહેલામાં વહેલી તકે આવી તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.
છેલ્લા ઘણા સમયથી ડાકોરના હજારો નગરજનો રોડ, રસ્તા, પીવાના પાણી, ગંદકી અને ગટર ઉભરાવવાની પરિસ્થિતિ સામે ઝઝૂમી રહ્યા છે. તંત્ર પાયાની સુવિધાઓ આપવામાં ઠાગાડૈયા કરતા નગરજનોમાં ભારે રોષ વ્યાપો છે.