click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ઈસરોને ગગનયાન મિશનમાં મળી મોટી સફળતા, ક્રાયોજેનિક એન્જિન હ્યુમન રેટિંગમાં પાસ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ઈસરોને ગગનયાન મિશનમાં મળી મોટી સફળતા, ક્રાયોજેનિક એન્જિન હ્યુમન રેટિંગમાં પાસ
Gujarat

ઈસરોને ગગનયાન મિશનમાં મળી મોટી સફળતા, ક્રાયોજેનિક એન્જિન હ્યુમન રેટિંગમાં પાસ

ઈસરો આ મિશનથી ભારતીય અવકાશયાત્રીઓને ભ્રમણકક્ષામાં મોકલવાની તૈયારી કરી રહ્યું છે માનવરહિત ગગનયાન મિશન (G1) 2024ના બીજા ક્વાર્ટરમાં પૂર્ણ થઈ શકે છે : ઈસરો

Last updated: 2024/02/21 at 6:47 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)ને ચંદ્રયાન-3 અને આદિત્ય એલ-1 મિશન પછી ગગનયાન મિશન (Gaganyaan Mission)ની તૈયારીમાં બીજી મોટી સફળતા મળી છે. ભારતીય સ્પેસ એજન્સીએ જાણકારી આપી છે કે ક્રાયોજેનિક એન્જિનનું પરીક્ષણ આજે પૂર્ણ થઈ ગયું છે. CE20 ક્રાયોજેનિક એન્જિન હવે ગગનયાન મિશન માટે ‘હ્યુમન રેટેડ’ છે. નોંધનીય છે કે ઈસરો આ મિશન દ્વારા ભારતીય અવકાશયાત્રીઓને ભ્રમણકક્ષામાં મોકલવાની મોકલવાની તૈયારી કરી રહ્યું છે.

Contents
ગગનયાન મિશન 2024ના બીજા ત્રિમાસિકમાં પૂર્ણ થશે શું છે ઈસરોનું મહત્ત્વાકાંક્ષી ગગનયાન મિશન?શું છે હ્યુમન રેટિંગ?

Mission Gaganyaan:
ISRO's CE20 cryogenic engine is now human-rated for Gaganyaan missions.

Rigorous testing demonstrates the engine’s mettle.

The CE20 engine identified for the first uncrewed flight LVM3 G1 also went through acceptance tests.https://t.co/qx4GGBgZPv pic.twitter.com/UHwEwMsLJK

— ISRO (@isro) February 21, 2024

ગગનયાન મિશન 2024ના બીજા ત્રિમાસિકમાં પૂર્ણ થશે 

આ અંગેની જાણકારી આપતા ઈસરોએ જણાવ્યું હતું કે CE20 ક્રાયોજેનિક એન્જિન હવે ગગનયાન મિશન માટે ‘હ્યુમન રેટેડ’ છે. વધુમાં કહ્યું હતું કે, ‘કઠોર પરીક્ષણ પછી, એન્જિનની કાર્યક્ષમતા જાહેર કરવામાં આવી છે. આ એન્જિન LVM3 વાહનના અપર સ્ટેજને તાકાત આપશે. ઈસરોના જણાવ્યાનુસાર, CE20 એન્જિનને ‘હ્યુમન રેટેડ’ ધોરણો હેઠળ યોગ્ય બનાવવા માટે, ચાર એન્જિનને અલગ-અલગ પરિસ્થિતિઓમાં 39 હોટ ફાયરિંગ ટેસ્ટમાંથી પસાર થવું પડ્યું હતું. આ પ્રક્રિયા 8 હજાર 810 સેકન્ડ સુધી ચાલી હતી. ખાસ વાત એ છે કે યોગ્યતા હાંસલ કરવા માટે એન્જિનને 6 હજાર 350 સેકન્ડ સુધી આ પરીક્ષણોમાંથી પસાર થવું પડે છે. ઈસરોએ વધુમાં જણાવ્યું હતું  કે, પ્રથમ માનવરહિત ગગનયાન મિશન (G1) 2024ના બીજા ક્વાર્ટરમાં પૂર્ણ થઈ શકે છે.

શું છે ઈસરોનું મહત્ત્વાકાંક્ષી ગગનયાન મિશન?

ઈસરો ગગનયાન મિશન હેઠળ ત્રણ સભ્યોના ક્રૂને ત્રણ દિવસના મિશન માટે 400 કિમીની ભ્રમણકક્ષામાં મોકલવાની તૈયારી કરી રહ્યું છે. આ સાથે ભારતીય જળસીમામાં તેમનું સુરક્ષિત ઉતરાણ પણ ઈસરોના મિશનનો એક ભાગ છે. આ મિશનનું નામ સંસ્કૃત શબ્દ પરથી રાખવામાં આવ્યું છે, જેનો અર્થ આકાશ સુધી લઈ જનાર વાહન થાય છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ ગગનયાન પ્રોજેક્ટ પર 9000 કરોડ રૂપિયાનો ખર્ચ થઈ શકે છે. જો ભારતીય સ્પેસ એજન્સી આ મિશનમાં સફળ થશે તો ભારત અવકાશમાં માનવ મોકલનાર ચોથો દેશ બની જશે. આ પહેલા સોવિયત સંઘ, અમેરિકા અને ચીન આ ઐતિહાસિક સિદ્ધિ મેળવી ચૂક્યા છે.

શું છે હ્યુમન રેટિંગ?

હવે લોકોને અહીં સવાલ થતો હશે કે હ્યુમન રેટિંગ શું છે? તો સરળ ભાષામાં સમજીએ તો અંતરિક્ષમાં મોકલવામાં કોઈ સ્પેસક્રાફ્ટ કે લૉન્ચ વ્હિકલ માણસોને લઈ જવા અને પાછા લાવવા માટે કેટલા સુરક્ષિત છે તેનું પરીક્ષણ કરાય છે. આ પરીક્ષણ પછી હ્યુમન રેટિંગ, મેન રેટિંગ કે ક્રૂ રેટિંગ સર્ટિફિકેટ અપાય છે.

You Might Also Like

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો

સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર

GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન

ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદેમંદ છે આ સફેદ વસ્તુ, શક્તિ મળશે અને શુગર પણ રહેશે કંટ્રોલમાં

TAGGED: CE20, cryogenic engine, Gaganyaan mission, Human rating, Isro, isro mission, isro satellite, isro-chief-somanth, Man rating

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ફેબ્રુવારી 21, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article તા.૨૨મીએ નવસારી ખાતેથી વડાપ્રધાનના હસ્તે રૂ.૩૪ કરોડના ખર્ચે સુરતના નવનિર્મિત ઔદ્યોગિક તાલીમ ભવન(ITI)નું ઈ-લોકાર્પણ થશે
Next Article PM નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાત ફાઇબર ગ્રીડ નેટવર્ક પ્રોજેક્ટ ખૂલો મુકાશે, 8030 ગ્રામ પંચાયતોને થશે લાભ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો
Gujarat જૂન 7, 2025
સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર
Gujarat જૂન 7, 2025
GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન
Gujarat જૂન 7, 2025
ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર
Gujarat જૂન 7, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?