મહારાષ્ટ્રના પૂર્વ સીએમ અને શિવસેનાના વરિષ્ઠ નેતા મનોહર જોશીનું નિધન થયું છે. તેમણે મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા જ્યાં તેમને હૃદયરોગનો હુમલો આવ્યા બાદ દાખલ કરવામાં આવ્યા હતા. 21 ફેબ્રુઆરીએ જ્યારે 86 વર્ષીય મનોહર જોશીની તબિયત બગડવા લાગી ત્યારે તેમના પરિવારજનો તેમને તરત જ હિન્દુજા હોસ્પિટલમાં લઈ ગયા. આઈસીયુમાં ડોક્ટરોની ટીમ સતત તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી હતી. શુક્રવારે સવારે 3.02 કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
મનોહર જોશીના પાર્થિવ દેહને તેમના હાલના નિવાસ સ્થાન રૂપારેલ કોલેજ, માટુંગા વેસ્ટ ખાતે સવારે 11 થી 2 વાગ્યા સુધી અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. તેમની અંતિમયાત્રા બપોરે 2 વાગ્યે શરૂ થશે. તેમના અંતિમ સંસ્કાર દાદર સ્મશાન ગૃહમાં રાજ્ય સન્માન સાથે કરવામાં આવશે.
Former CM of Maharashtra and Former Lok Sabha Speaker Manohar Joshi breathed his last today at Hinduja Hospital Mumbai at around 3:00 am. He was admitted to Hinduja Hospital on February 21 after he suffered a cardiac arrest: Family sources pic.twitter.com/vEEKPTVTtN
— ANI (@ANI) February 23, 2024
5 દાયકાની રાજકીય સફરનો અંત આવ્યો છે
લગભગ 5 દાયકાથી રાજકારણમાં સક્રિય રહેલા મનોહર જોશી રાજ્યના મુખ્યમંત્રી પણ હતા. તેમની રાજકીય કારકિર્દી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના કાઉન્સિલર તરીકે શરૂ થઈ, ત્યારબાદ તેઓ મેયર, વિધાન પરિષદના સભ્ય, ધારાસભ્ય, લોકસભા અને રાજ્યસભાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી બન્યા અને પછી એનડીએ સરકાર દરમિયાન લોકસભાના સ્પીકર બન્યા.
Pained by the passing away of Shri Manohar Joshi Ji. He was a veteran leader who spent years in public service and held various responsibilities at the municipal, state and national level. As Maharashtra CM, he worked tirelessly for the state’s progress. He also made noteworthy… pic.twitter.com/8SWCzUTEaj
— Narendra Modi (@narendramodi) February 23, 2024
મનોહર જોશી શિવસેનાના પહેલા સીએમ હતા
મહારાષ્ટ્રમાં 1955માં શિવસેના પહેલીવાર સત્તામાં આવી ત્યારે તેણે ભાજપ સાથે સરકાર બનાવી હતી. શિવસેનાને સત્તાની કમાન મળી ગઈ હતી અને બાળ ઠાકરેએ તેમના સૌથી વિશ્વાસુ મનોહર જોશીને મુખ્ય પ્રધાન તરીકેનો તાજ પહેરાવ્યો હતો, આ રીતે જોશીએ શિવસેનાના પ્રથમ મુખ્ય પ્રધાન બનવાનું બિરુદ મેળવ્યું હતું. મનોહર જોશી 14 માર્ચ, 1995ના રોજ મુખ્યમંત્રી બન્યા અને 31 જાન્યુઆરી, 1999 સુધી આ પદ પર રહ્યા. આ રીતે મનોહર જોશીએ 3 વર્ષ અને 323 દિવસ માટે ચાર્જ સંભાળ્યો હતો પરંતુ પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરી શક્યા નથી.