માનનીય ડે.મ્યુનિસિપલ કમિશ્નરશ્રી (પૂર્વઝોન)ની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ બાકી રહેલ પ્રોપર્ટી ટેક્ષની રકમ ન ભરતા હોઈ તેવા કરદાતાઓની મિલ્કતો પૂર્વ ઝોનમાં આવેલ વિવિધ વોર્ડના એકમોને સીલ કરવાની ઝુબેશ પૂર્વઝોન અલગ-અલગ વિભાગો જેવા કે પ્રોપર્ટી ટેક્ષ વિભાગ, પ્રોફેશનલ ટેક્ષ વિભાગ, વહિવટી વિભાગ, ઇજનેર વિભાગ, એસ્ટેટ વિભાગ, મેલેરીયા વિભાગ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ, યુ.સી.ડી. વિભાગ જેવા મોટા ભાગના અધિકારીશ્રી/કર્મચારીશ્રી ઓનો સમાવેશ કરીને આસી. મ્યુનિ. કમિશનરશ્રીઓની આગેવાની હેઠળ કુલ ૨૧ ટીમો કાર્યરત કરી પ્રોપર્ટી ટેક્ષ બાકી હોય તેવી મિલકતોમાં સીલીંગની સઘન ઝુંબેશની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. જે પૈકી (૧) મહાદેવ એસ્ટેટ, રામોલ (૨) અમર જ્યોત કોમ્પ્લેક્ષ,ઓઢવ (૩) તુલસી કુંજ, નવા વટવા(૪) ગીરીવર ફફ્લેટ એન્ડ શોપ, વસ્ત્રાલ (૫) રિધ્ધિ સીધ્ધી કોમ્પ્લેક્ષ, ખોખરા (૬) અલ્કાપુરી સોસાયટી, નિકોલ (૭) સુવાન બિઝનેશ પાર્ક, રખિયાલ સહિતના ૪૬૧૧ એકમો સામે સીલીંગની કાર્યવાહી કરી રૂ. ૧.૬૦ કરોડના ટેક્ષની વસૂલાત કરવામાં આવેલ છે. વર્ષ ૨૦૨૩-૨૪ દરમ્યાન કુલ ૪૯,૯૫૬ એકમો સામે સીલીંગની કાર્યવાહિ કરવામાં આવેલ છે.
ભવિષ્યમાં પ્રોપર્ટી ટેક્ષની રકમ ન ભરતા કરદાતાઓ સામે સીલીંગ ઉપરાંત સરકારશ્રીના ચોપડે બોજાનોંધ, નળ ગટરનાં કનેકશન કાપવાની કાર્યવાહી, પોલીસ ફરિયાદ, જપ્તી તથા હરાજી સુધીના સઘન પગલા લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જેની બાકી કરદાતાઓએ નોંધ લેવી.