What India Thinks Today Global Summit 2024માં ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વડા પ્રધાન ટોની એબોટ ઉપસ્થિત રહ્યાં હતા. વોટ ઈન્ડિયા થિંક્સ ટુડે ગ્લોબલ સમિટ 2024માં ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વડા પ્રધાન ટોની એબોટે આશા વ્યક્ત કરી હતી કે આવનારો સમય ચીન કરતાં ભારત માટે વધુ સારો અને મહત્વનો હશે. ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વડાપ્રધાન ટોની એબોટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કાર્યના વખાણ કર્યાં હતા. તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારત આગળ પડતું સ્થાન ધરાવવા ઉપરાંત, વિશ્વની એક મહાસત્તા તરીકે આગળ વધી રહ્યું છે.
ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વડાપ્રધાન ટોની એબોટે, વોટ ઈન્ડિયા થિંક ટૂડે ગ્લોબલ સમિટ 2024 માં ભાગ લીધો હતો. ટોની એબોટે જણાવ્યું કે, “મોદીના નેતૃત્વમાં ભારત હવે વિશ્વમાં એક મહાસત્તા તરીકે વધુને વધુ આગળ વધી રહ્યું છે.”