લોકસભા સામાન્ય ચુંટણી ૨૦૨૪ અંતર્ગત સામાન્ય લોકોમાં મતદાન જાગૃતિ પ્રત્યે સભાનતા કેળવાય તે હેતુથી જિલ્લા ચુંટણી અધિકારી અને કલેક્ટર અમિત પ્રકાશ યાદવે કલેક્ટર કચેરી નડિયાદથી ઈપ્કોવાલા હોલ સુધી બાઈકને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી.
આ બાઈક રેલીમાં ખેડા જિલ્લામાં અંદાજીત ૨૫૦ બાઈક પર ૫૦૦ શિક્ષકો દ્વારા મતદાન જાગૃતિના વિવિધ બેનરો લઈ જિલ્લાના નાગરિકો મતદાન અંગે જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો હતો.
આ પ્રસંગે અધિક નિવાસી કલેક્ટર, નાયબ ચુંટણી અધિકારી, નડિયાદ પ્રાંત અધિકારી, નાયબ કલેકટર, ગ્રામ્ય અને સીટી મામતલતદારઓ, ચુટંણી વિભાગના અન્ય અધિકારીઓ, કર્મચારીઓ અને શિક્ષકો જોડાયા હતા.