નૈતિકતા, પ્રમાણિકતા, ઉદારતા, માનવતા, આ બધુ કળિયુગમાં બહુ ઓછુ સાંભળવા મળે. ભ્રષ્ટાચારથી ખદબદતી સિસ્ટમ વચ્ચે આ બધુ ભાગ્યે જ જોવા મળે છે. લૂંટ, છેતરપિંડી જેવી અનેક ગુનાહિત પ્રવૃત્તિઓ વધી ગઇ છે ત્યારે આપણને એવું લાગે કે આ દુનિયામાં માનવતા મરી પરવારી છે. આ વાત વાલોડ બેંકના વોચમેને લોકોની વિચાર શૈલી બદલી નાખી છે.
વાત એમ છે કે તારીખ 28- 2- 2024 બુધવારના રોજ પ્રશાંતકુમાર ચંપકલાલ શાહ રહે, વાલોડ, જી. તાપી. જેઓ વાલોડ ખાતે આવેલ ધી સુરત ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્કમાં પોતાના બેંકના કામકાજ અર્થે બપોરના સમયે આશરે ૩ વાગ્યાની આસપાસ ગયા હતા તે સમય દરમિયાન એમના હાથમાં પહેરેલું સોનાનું લુઝ આશરે ૩ તોલાનું હતું જે પડી ગયું હતું.
આ વાત એમણે બેંકના મેનેજર ચેતનભાઇ નટવરભાઈ ભક્તને કરી હતી અને એમણે બેંકના સ્ટાફ મેમ્બરોને આ વાતની જાણ કરી હતી.
આ સમય દરમિયાન એ જ દિવસે બપોરે ૩.૩૦ થી ૪.૦૦ વાગ્યાની આસપાસ બેંકના વોચમેન રોનિતકુમાર હરેશભાઈ ચૌધરી રહેવાસી ખાનપુર, તાલુકો વ્યારા, જીલ્લો તાપી નાઓને આ સોનાનું લુઝ બેંકની બહાર પાર્કિંગ માંથી મળ્યું હતું. જે તેમણે તરત જ બેંકના મેનેજર ને સુપ્રત કર્યું હતું.
આમ બેંકના મેનેજર દ્વારા સીસીટીવી કેમેરા ચેક કરતા માલુમ પડ્યું હતું કે આ સોનાનું લુઝ ખરેખર પ્રશાંતકુમાર ચંપકલાલ શાહનું છે જે એમણે ખરાઈ કરીને આજરોજ બેંકના વોચમેન રોનીટકુમાર દ્વારા બ્રાન્ચ મેનેજરની હાજરીમાં મૂળ માલિકને સુપ્રત કરવામાં આવ્યું હતું.
પ્રશાંતકુમાર ચંપકલાલ શાહ દ્વારા ધી સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટીવ બેંકના વોચમેન અને બ્રાન્ચ મેનેજર નો આભાર વ્યક્ત કર્યો હતો.
રીપોર્ટેટ :- વિકાસ શાહ( તાપી )