કોલકાતા હાઈકોર્ટે કહ્યું છે કે, અજાણી મહિલાને ડાર્લિંગ કહેનાર કોઈપણ વ્યક્તિને ગુનેગાર મનાશે અને ભારતીય દંડ સંહિતાની કલમ 354A હેઠળ તેને જેલની સજા અને દંડ પણ ફટકારવામાં આવી શકે છે. વ્યક્તિ ગમે તે સ્થિતિમાં હોય પણ જો તે અજાણી મહિલાને ડાર્લિંગ કહે તો તે અપમાજનક અને યૌન કહેવાશે.
નશાખોર યુવક દ્વારા મહિલાને ‘ડાર્લિંગ’ કહેવાના કેસ
હાઈકોર્ટની પોર્ટ બ્લેયર ખંડપીઠના ન્યાયાધીશ જય સેનગુપ્તાએ કહ્યું કે, આરોપી દારુ પીધેલી હાલતમાં હોય કે પછી કોઈપણ સ્થિતિમાં હોય, જો તે અજાણી મહિલાને ડાર્લિંગ કહે છે તો તેને જાતીય સતામણી (Sexual Harassment)નો દોષી માનવામાં આવશે. આ સાથે જ ન્યાયાધીશે અરજદાર આરોપી જનક રામની સજા યથાવત્ રાખી છે. આરોપીએ નશાની હાલતમાં એક મહિલા પોલીસ અધિકારી (ફરિયાદી)ને કહ્યું હતું કે, ‘શું ડાર્લિંગ ચલણ કાપવામાં આવી છે કે શું?
ન્યાયાધીશે 354A કલમનો ઉલ્લેખ કર્યો
બાર એન્ડ બેંચના એક રિપોર્ટમાં જણાવ્યા મુજબ, ન્યાયાધીશ સેનગુપ્તાએ કલમ 354A (એક મહિલાની ગરિમાને ઠેર પહોંચાડવો)નો ઉલ્લેખ કરી કહ્યું કે, આરોપીએ મહિલા પોલીસ અધિકારી પર ટિપ્પણી યૌન ટિપ્પણીઓના દાયરામાં આવે છે અને જોગવાઈ મુજબ દોષિત સજાને પાત્ર છે. તેમણે કહ્યું કે, જો કોઈ વ્યક્તિ પીધેલી હાલતમાં હોય કે ગમે તેવી પરિસ્થિતિમાં, તે અજાણી મહિલાને ‘ડાર્લિંગ’ શબ્દથી બોલાવી ન શકે. અને જો આવું કર્યું તો તે સ્પષ્ટપણે અપમાનજનક છે અને તેનો શબ્દ મૂળ એક યૌન ટિપ્પણી છે. જોકે આરોપીઓ કોર્ટમાં દાવો કર્યો કે, તે નશામાં હોવાનો કોઈપણ પુરાવો નથી. તો કોર્ટે કહ્યું કે, જો તમે સામાન્ય સ્થિતિમાં આવું બોલ્યા છો, તો તે વધુ ગંભીર ગુનો છે.