કપડવંજ કેળવણી મંડળ સંચાલિત શાહ કે.એસ. આર્ટસ એન્ડ વી.એમ.પારેખ કોમર્સ કોલેજમાં સેલ્ફ ફાઈનાન્સ વિભાગમાં કપડવંજ કૉલેજ કેમ્પસ ખાતે જલસા 2024 ફૂડ્સ એન્ડ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે આચાર્ય ડૉ ગોપાલ શર્માએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓમાં ફન એન્ડ લર્ન કરી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરી શકાય અને વિદ્યાર્થીઓની ઉદ્યોગ સાહસિકતાના કૌશલ્યનો વિકાસ કરી શકાય, નફા નુકસાન,માર્કેટિંગ અને મેનેજમેન્ટની વિદ્યાર્થીઓને સમજ આવે તે માટે આ આનંદ મેળાનું આયોજન કરવાનો હેતુ હોવાનું જણાવ્યું હતું.આ કાર્યક્રમનું ઉદ્દઘાટન કપડવંજ કેળવણી મંડળના મંત્રી અનંતભાઈ શાહના હસ્તે કરવામાં આવ્યું હતું. કેળવણી મંડળના સી.ઈ.ઓ. મૌલિક ભટ્ટે ખાસ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
આ આનંદ મેળામાં કુલ 65 વિદ્યાર્થીઓએ ફૂડ સ્ટોલ અને ગેમ સ્ટોલ અંતર્ગત સેવપુરી, ચોકલેટ બ્રેડ, મોકટેલ, ફ્રૂટ ડીશ, પાણીપુરી, દહીંવડા, સુરતી બન, કોલ્ડ કોફી, સેન્ડવીચ, સમોસા, ઘૂઘરા, ખીચું, પિઝા, સોડા સેન્ટર, વગેરે મળી કુલ 20 સ્ટોલ કર્યા હતાં.
સમગ્ર કાર્યક્રમ કોલેજના આચાર્ય ડૉ ગોપાલ શર્મા તથા આઇ.ક્યુ.એ.સી.ના કોઓર્ડીનેટર પ્રો. એ. બી. પંડાના માર્ગદર્શન હેઠળ કોલેજના સેલ્ફ ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટના પ્રા.શિવાની પરમાર,પ્રા દીપિકા રાવલ તથા પ્રા.પ્રાંજલ વણજાણીના પ્રયત્નોથી સંપન્ન થયો હતો.જેમાં કોલેજના તમામ સ્ટાફ પરિવારે પોતાનુ યોગદાન આપ્યું હતું. કોલેજના તમામ વિદ્યાર્થીઓએ આ આનંદ મેળાને ખૂબ જ મજાથી માંણ્યો હતો.આ કાર્યક્રમથી પ્રેરણા મેળવી કૉલેજના બીજા વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહ દર્શાવ્યો હતો.