વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં 13 હજારથી વધુ સ્વસહાય જૂથની 1.30 લાખથી વધુ મહિલાઓને ₹250 કરોડથી વધુની સહાય આપવાનો કાર્યક્રમ યોજાયો હતો ત્યારે નડિયાદ વિધાનસભાનો કાર્યક્રમ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની અધ્યક્ષતામાં શ્રી સ્વામિનારાયણ મંદિર, યોગી ફાર્મ, પીપલગ રોડ, નડિયાદ ખાતે યોજાયો હતો.
આ કાર્યક્રમમાં 5 હજારથી વધુ બહેનો ઉપસ્થિત રહી પ્રધાનમંત્રીને સાંભળ્યા હતા અને નડિયાદ વિધાનસભાના સ્વ સહાય જૂથોને સહાયના ચેક અર્પણ કર્યા હતા.
આ કાર્યક્રમ ખાતે લોકસભા પ્રભારી, નડિયાદ નગરપાલિકા પ્રમુખ, ખેડા જિલ્લા મહિલા મોરચા પ્રમુખ, નડિયાદ તાલુકા પ્રમુખ, કારોબારી ચેરમેન, નડિયાદ શહેર સંગઠન પ્રમુખ, પ્રાંત અધિકારી, મામલતદાર શરદભાઈ, નગરપાલિકાના ચીફ ઓફિસર, ઉપપ્રમુખ, નગરપાલિકાના કાઉન્સિલરો, શહેર સંગઠન તથા તમામ મોરચાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.