મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખેડા જિલ્લામાં વિવિધ વિભાગોમાં અંદાજિત રૂ. 222.89 કરોડના વિકાસ કામોનું ખાતમૂહુર્ત અને રૂ. 130.09 કરોડના કામોનું લોકાર્પણ કરશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખેડા જિલ્લાના વિકાસ કામોને વેગ આપતા ડાકોર ફ્લાય ઓવર સહિત વિવિધ વિકાસ કામોનું તા. 08 માર્ચ, શુક્રવારના રોજ ડાકોર ખાતે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે.
ખેડા જિલ્લાના ડાકોર ખાતે સવારે 10:30 વાગ્યે યોજાનાર કાર્યક્રમમાં મુખ્યમંત્રી કપડવંજના ફુલબાઈ માતા મંદિર પાસે આવેલ તળાવનું બ્યુટીફીકેશનનું કામ રૂપિયા ૨.૬૦ કરોડના ખર્ચે તથા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં પાણીની પાઇપલાઇન નાખવાનું કામ અંદાજે ૫.૯૮ કરોડના કામોનું ખાતમુર્હુત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ડાકોર ખાતેથી કરવામાં આવશે.
જિલ્લાના વિવિધ વિભાગોના અંદાજિત રૂ. 130.09 કરોડના ખર્ચે નિર્માણ પામેલ કામોનું કુલ 17 વિકાસના કામોનું લોકાર્પણ તથા રૂ. 222.89 કરોડના ખર્ચે નિર્માણ પામનાર કુલ 16 વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરશે.
જે પૈકી જિલ્લાના માર્ગ અને મકાન વિભાગના અનુક્રમે રૂ.156 કરોડ, રૂ. 17 કરોડ અને રૂ 11 કરોડની રકમના કુલ ત્રણ કામનું, કપડવંજ નગરપાલિકાના રૂ. 5.98 કરોડ અને રૂ. 2.60 કરોડની રકમના બે કામનું, શિક્ષણ વિભાગના રૂ. 50 લાખની રકમના બે કામોનું, ઠાસરા નગરપાલિકાના રૂ. 3.32 કરોડની રકમના એક કામનુ, તથા નડિયાદ નગરપાલિકાના અનુક્રમે રૂ. 5.38 કરોડ, રૂ. 4.55 કરોડ, રૂ.3.57 કરોડ, રૂ. 3.46 કરોડ, રૂ.3.13 કરોડ, રૂ. 2.96 કરોડ, રૂ. 2.39 કરોડ અને રૂ. 1.05 કરોડના કુલ આઠ કામોનું એમ કુલ રૂ. 222.89 કરોડની રકમના કુલ 16 વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.
આ ઉપરાંત માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ)ના કુલ રૂ. 73.28 કરોડની રકમના એક કામ, શ્રમ અને રોજગાર વિભાગના કુલ રૂ. 36.9 કરોડની રકમના એક કામ, નડિયાદ નગરપાલિકાના કુલ રૂ. 09 કરોડની રકમના એક કામ, ઠાસરા નગરપાલિકાના કુલ રૂ. 1.61 કરોડની રકમના એક કામ, માર્ગ અને મકાન પંચાયત વિભાગ ખેડાના કુલ રૂ. 42 લાખની રકમના ત્રણ કામો, આરોગ્ય શાખા નડિયાદના કુલ રૂ. 02.85 કરોડની રકમના બે કામો, પશુપાલન શાખાના કુલ રૂ. 45 લાખની રકમના એક કામ અને શિક્ષણ વિભાગના રૂ. 05.58 લાખની રકમના કુલ સાત કામો એમ કુલ 17 વિકાસના કામોનું લોકાર્પણ કરવામાં આવશે.
નોંધનીય છે કે મુખ્યમંત્રી દ્વારા યાત્રાધામ ડાકોર ખાતે રણછોડરાયના દિવ્ય સ્થળે ફ્લાય ઓવર બ્રીજનું લોકાર્પણ થતા ડાકોર આવતા લાખો શ્રદ્ધાળુઓને પરિવહનની સુવિધામાં વધારો થશે.