દુબઈમાં તાજેતરમાં બનેલા પ્રથમ હિન્દુ મંદિર પછી અન્ય દેશે તેમની જગ્યામાં અક્ષરધામ મંદિર બનાવવા માટે BAPSને આમંત્રણ આપ્યું છે. આ તરફ BAPS એ પણ તેમની વિનંતી સ્વીકારી છે. વાત જાણે એમ છે કે, ન્યુઝીલેન્ડના નાયબ વડાપ્રધાને પ્રતિનિધિમંડળ સાથે ગુજરાતના ગાંધીનગરમાં આવેલા અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી હતી અને મંદિરની મુલાકાત લીધા બાદ તેમણે ન્યુઝીલેન્ડમાં આવું મંદિર બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
BAPSના સ્વામી તીર્થ સ્વરૂપ દાસજીએ જણાવ્યું હતું કે, ન્યુઝીલેન્ડના નાયબ વડાપ્રધાન વિન્સ્ટન પીટર્સ અને વિદેશ પ્રધાને પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત લીધી હતી. મંદિરે પહોંચતા પૂજ્ય વિશ્વવિહારીદાસ સ્વામી, કોઠારી સ્વામી (મુખ્ય) અને પૂજ્ય મહંત સ્વામી મહારાજે મોર ગેટ પર પુષ્પહાર પહેરાવી સ્વાગત કર્યું હતું. આ સમય દરમિયાન ભારતમાં હાઈ કમિશનર, મહામહિમ ડેવિડ પાઈન્સ પણ તેમની સાથે હતા. વડાપ્રધાન અને તેમના પ્રતિનિધિમંડળનું સ્વાગત કરવા સ્વામિનારાયણ અક્ષરધામના વરિષ્ઠ સ્વયંસેવકો પણ હાજર રહ્યા હતા.
The Foreign Minister was honoured to visit Swaminarayan Akshardham in Gandhinagar, Gujarat. pic.twitter.com/atUOl3RG6K
— Winston Peters (@NewZealandMFA) March 11, 2024
નાયબ વડાપ્રધાને અક્ષરધામ મંદિરના કર્યા દર્શન
મંદિરના વરિષ્ઠ સ્વયંસેવક મનીષ મિસ્ત્રીએ નાયબ વડા પ્રધાનને 23 એકરમાં ફેલાયેલા આધ્યાત્મિક સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરના દર્શન કરાવ્યા હતા. તેમણે પ્રવાસ કર્યો અને ભગવાન સ્વામિનારાયણ (1781-1830), ભારતના અવતારો, દેવતાઓ અને મહાન ઋષિઓને શ્રદ્ધાંજલિ આપી. નાયબ વડાપ્રધાને ભગવાન સ્વામિનારાયણના કિશોર-યોગી સ્વરૂપ નીલકંઠ વર્ણી મહારાજની મૂર્તિ અભિષેક મંડપમાં અભિષેક કર્યો હતો અને વિશ્વ શાંતિ, પ્રગતિ અને સંવાદિતા માટે પ્રાર્થના કરી હતી.
શું કહ્યું ન્યુઝીલેન્ડના નાયબ વડાપ્રધાને ?
ન્યુઝીલેન્ડના નાયબ વડાપ્રધાને કહ્યું કે, હું આ મુલાકાતથી અભિભૂત છું અને અહીં આપેલા સંદેશાઓથી ખૂબ જ પ્રભાવિત છું. તમારા આતિથ્ય માટે આભાર અને એક મહિના પહેલા સ્વામીજીએ મારા માટે જન્મદિવસની શુભેચ્છા પાઠવી. આ સાથે તેમણે કહ્યું કે, ન્યુઝીલેન્ડમાં BAPS દ્વારા પરંપરાગત મંદિરની રાહ જોઈ રહ્યા છીએ. નાયબ વડા પ્રધાન વિન્સ્ટન પીટર્સે મુલાકાતીઓની પુસ્તકમાં લખ્યું કે, વિશેષ મુલાકાત અને માર્ગદર્શન માટે નિષ્ઠાપૂર્વક પ્રશંસા.