કપડવંજ પંથક અને વાત્રકાંઠા વિસ્તારમાં રવિ સિઝનમાં પકવેલા બટાકા મોટા ભાગે જમીનની અંદરથી બહાર કાઢી લેવામાં આવે છે. આ અંગે પંથકના અગ્રણી અપ્રુજી ગામના રાકેશસિંહજી લક્ષ્મણસિંહજી સોલંકીના જણાવ્યા મુજબ બટાકાને સંગ્રહિત કરવા કપડવંજની આજુબાજુ કોલ્ડ સ્ટોરેજ આવેલા છે પરંતુ સારા ભાવ આવે એવી અપેક્ષાએ પંથકના ધરતીપુત્રો દેશી કોલ્ડ સ્ટોરેજ પોતાની આગવી કોઠાસૂઝથી બનાવીને બટાકાને અંદાજીત બે થી ત્રણ માસ સુધી સાચવી રાખે છે.
રવિ સીઝન પૂરી થતાની સાથે જ પંથકમાંથી બટાકાનો પાક બજાર સુધી આવી પહોંચ્યો છે. બટાકાને સંગ્રહિત કરવા માટે આજકાલ કોલ્ડ સ્ટોરેજનો ઉપયોગ વ્યાપક થઈ રહ્યો છે પરંતુ કોલ્ડ સ્ટોરેજમાં ભાડું તેમજ પરિવહનનો ખર્ચ બચાવવા માટે ખેડૂતો બે થી ત્રણેક માસ સુધી બટાકા સાચવવા માટે ખેતરમાં જ દેશી કોલ્ડ સ્ટોરેજ કહી શકાય એવું બનાવીને બટાકાને સાચવી રહ્યા છે. ખેતરના એક ખૂણામાં એકાદ બે ફૂટ જમીન ખોદીને આજુબાજુ બટાકાના ઘાસ તેમજ અન્ય ઘાસની મદદથી કાચી ઝૂંપડી જેવું બનાવવામાં આવે છે અને એની અંદર બટાકાને રાખી દેવામાં આવે છે.
અંદરનું વાતાવરણ ઠંડુ હોઇ ગરમીની ઋતુમાં પણ બટાકા સાચવવા ધરતીપુત્રો પોતાની આગવી કોઠાસૂઝનો જાણે ઉપયોગ કરી રહ્યા છે. આ રીતે સાચવવામાં આવતા બટાકાથી બટાકાને કોલ્ડ સ્ટોરેજનું ભાડું તેમ જ પરિવહનનો ખર્ચ ખેડૂતો બચાવી રહ્યા છે અને જ્યારે બટાકાનો ભાવ ઊંચો આવે એટલે કે અંદાજીત વૈશાખ માસ સુધી બટાકા સારા ભાવે વેચાય ત્યાં સુધી બટાકાના પાકને ખેડૂતો સાચવી રહ્યા છે.
કપડવંજ પંથક અને વાત્રકાંઠા વિસ્તારમાં રવિ સિઝનમાં પકવેલા બટાકા મોટા ભાગે જમીનની અંદરથી બહાર કાઢી લેવામાં આવે છે. આ અંગે પંથકના અગ્રણી અપ્રુજી ગામના રાકેશસિંહજી લક્ષ્મણસિંહજી સોલંકીના જણાવ્યા મુજબ બટાકાને સંગ્રહિત કરવા કપડવંજની આજુબાજુ કોલ્ડ સ્ટોરેજ આવેલા છે પરંતુ સારા ભાવ આવે એવી અપેક્ષાએ પંથકના ધરતીપુત્રો દેશી કોલ્ડ સ્ટોરેજ પોતાની આગવી કોઠાસૂઝથી બનાવીને બટાકાને અંદાજીત બે થી ત્રણ માસ સુધી સાચવી રાખે છે. રવિ સીઝન પૂરી થતાની સાથે જ પંથકમાંથી બટાકાનો પાક બજાર સુધી આવી પહોંચ્યો છે. બટાકાને સંગ્રહિત કરવા માટે આજકાલ કોલ્ડ સ્ટોરેજનો ઉપયોગ વ્યાપક થઈ રહ્યો છે પરંતુ કોલ્ડ સ્ટોરેજમાં ભાડું તેમજ પરિવહનનો ખર્ચ બચાવવા માટે ખેડૂતો બે થી ત્રણેક માસ સુધી બટાકા સાચવવા માટે ખેતરમાં જ દેશી કોલ્ડ સ્ટોરેજ કહી શકાય એવું બનાવીને બટાકાને સાચવી રહ્યા છે. ખેતરના એક ખૂણામાં એકાદ બે ફૂટ જમીન ખોદીને આજુબાજુ બટાકાના ઘાસ તેમજ અન્ય ઘાસની મદદથી કાચી ઝૂંપડી જેવું બનાવવામાં આવે છે અને એની અંદર બટાકાને રાખી દેવામાં આવે છે. અંદરનું વાતાવરણ ઠંડુ હોઇ ગરમીની ઋતુમાં પણ બટાકા સાચવવા ધરતીપુત્રો પોતાની આગવી કોઠાસૂઝનો જાણે ઉપયોગ કરી રહ્યા છે. આ રીતે સાચવવામાં આવતા બટાકાથી બટાકાને કોલ્ડ સ્ટોરેજનું ભાડું તેમ જ પરિવહનનો ખર્ચ ખેડૂતો બચાવી રહ્યા છે અને જ્યારે બટાકાનો ભાવ ઊંચો આવે એટલે કે અંદાજીત વૈશાખ માસ સુધી બટાકા સારા ભાવે વેચાય ત્યાં સુધી બટાકાના પાકને ખેડૂતો સાચવી રહ્યા છે.
રીપોર્ટર -સુરેશ પારેખ( કપડવંજ)