અગાઉ પણ કુકરમુંડા તાલુકામાં બહારથી પાસ્ટર લોકો આવીને ધર્મપરિવર્તન કરાવવાનો પ્રયત્ન કરી ચૂક્યા છે. બહારથી આવીને ગામમાં ધર્મપરિવર્તન કરાવવાના ઇરાદે આવ્યા હોવાની ગ્રામજનોની રાવ છે. તાપીના સોનગઢ અને મહારાષ્ટ્ર માથી હથોડા ગામે આવેલ પંદરથી વીસ લોકને ગામની બહાર ભગાવ્યા હતા. હથોડા ગામે એક પરિવારના ઘરે આવી ધર્મપરિવર્તન કરાવતા ખ્રિસ્તી ધર્મના લોકોને ગામના લોકોએ મેથીપાક આપી ભગાવ્યા હતા.
ઘટનાની જાણ નિઝર પોલીસને થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી માહોલ શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો. ગ્રામજનો અને બીરસા સેનાના યુવાનોએ કહ્યુ હતું કે બીજી વખત વિધર્મીઓને ગામમાં પ્રવેશ આપવામાં નહી આવે.
રિપોર્ટર :- વિકાસ શાહ(કુકરમુંડા)