ભારતીય ક્રિકેટ ટીમે આજના દિવસે ODI World Cup 2011ની ફાઇનલમાં શ્રીલંકાને હરાવીને બીજો ખિતાબ જીત્યો હતો. એમ.એસ ધોનીના નેતૃત્વ હેઠળ ભારતીય ક્રિકેટ ટીમે ODI World Cup 2011ના ટાઈટલ પર પોતાનું નામ લખાવ્યું હતું. ભારતને ફાઈનલ મેચ જીતવામાં ગૌતમ ગંભીરની 97 રનની ઇનિંગ અને કેપ્ટન ધોનીના 91* રનનું મહત્ત્વનું યોગદાન હતું.
Throwback to a very special day! 🏆
🗓️ #OnThisDay in 2011, #TeamIndia won the ODI World Cup for the second time 👏👏 pic.twitter.com/inyLTWKcrY
— BCCI (@BCCI) April 2, 2024
ધોનીની વિનિંગ સિક્સર ક્રિકેટ પ્રેમીઓના દિલોદિમાગમાં આજે પણ જીવંત
મુંબઈના વાનખેડે મેદાન પર ધોનીની વિનિંગ સિક્સર આજે પણ ક્રિકેટ પ્રેમીઓના દિલોદિમાગમાં જીવંત છે. આ જીત સાથે ભારતીય ટીમનો 28 વર્ષનો ઇન્તજાર ખતમ થઈ ગયો હતો. આ પહેલા ભારતે કપિલ દેવની કેપ્ટનશિપમાં વર્ષ 1983માં પ્રથમ વન-ડે વર્લ્ડકપ જીત્યો હતો. પછી 2011માં ધોનીના નેતૃત્વમાં દિગ્ગજ ખેલાડીઓએ 28 વર્ષ પછી ઈતિહાસનું પુનરાવર્તન કર્યું અને બીજી વન-ડે વર્લ્ડકપ ટ્રોફી ભારતને જીતાડી હતી. તે મેચમાં કેપ્ટન ધોનીને ‘પ્લેયર ઓફ ધ મેચ’નો ખિતાબ આપવામાં આવ્યો હતો, જ્યારે યુવરાજ સિંહ ‘પ્લેયર ઓફ ધ સીરિઝ’ બન્યો હતો. આ વર્લ્ડકપની ફાઈનલ દરેક માટે યાદગાર છે. ત્યાર બાદ ભારતીય ટીમ એકપણ વર્લ્ડકપ જીતી શકી નથી.
INDIA WON THE WORLD CUP ON THIS DAY IN 2011..!!!! 🇮🇳
Dream for 28 years ended under the leadership of MS Dhoni – the winning six will be remembered forever from the Captain – A team effort through the tournament with Dhoni & Gambhir heroes in final. 🏆pic.twitter.com/qZdPGHHfl2
— Johns. (@CricCrazyJohns) April 1, 2024
શ્રીલંકાએ આપ્યો 274 રનનો ટાર્ગેટ
વાનખેડે ખાતે રમાયેલી ફાઈનલ મેચમાં શ્રીલંકાની ટીમ પ્રથમ બેટિંગ કરવા ઉતરી હતી અને 50 ઓવરમાં 6 વિકેટના નુકસાને 274 રન બનાવ્યા હતા. ટીમ માટે મહેલા જયવર્ધનેએ 88 બોલમાં 13 ચોગ્ગાની મદદથી અણનમ 103 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય કુમાર સંગાકારાએ 67 બોલમાં 5 ચોગ્ગાની મદદથી 48 રન બનાવ્યા હતા.
ગંભીરે સૌથી મોટી ઇનિંગ રમી હતી
જવાબમાં ટાર્ગેટનો પીછો કરતા ભારતીય ટીમે 48.2 ઓવરમાં જ જીત મેળવી લીધી હતી. ભારત માટે ગૌતમ ગંભીરે 122 બોલમાં 9 ચોગ્ગાની મદદથી 97 રનની સૌથી મોટી ઇનિંગ રમી હતી. આ સિવાય ધોનીએ 79 બોલમાં 8 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી અણનમ 91 રન બનાવ્યા હતા. ધોનીની સાથે યુવરાજ સિંહ 24 બોલમાં 2 ચોગ્ગાની મદદથી 21 રન બનાવ્યા બાદ અણનમ રહ્યો.