નડિયાદ : ખેડા જિલ્લા એલસીબી પોલીસે વડોદરાથી અમદાવાદ એક્સપ્રેસ હાઈવે રોડ ઉપર નડિયાદ તરફ બહાર નીકળવાના એક્ઝિટ રસ્તા ઉપરથી એક xuv300 કારમાંથી વિદેશી દારૂની જુદા જુદા માર્કાની બોટલ નંગ 708 કિંમત રૂપિયા 2,19,600 તથા ગાડીની કિંમત રૂપિયા પાંચ લાખ મળી કુલ રૂપિયા 7, 20.600 ના મુદ્દા માલ સાથે રાજસ્થાનના એક ઈસમને ઝડપી પાડ્યો હતો. આ દારૂનો જથ્થો રાજસ્થાન આનંદપુરીના ચિન્ટુભાઈએ ભરી આપ્યો હોવાનું જણાવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર ખેડા એલસીબીમાં શૈલેષકુમાર પોતાના સ્ટાફ સાથે નડિયાદ હેલીપેડ ટાઉન પુષ્ટિ વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળ્યા હતા તેઓ ફરતા ફરતા હેલી પેડ ગ્રાઉન્ડ પાસે આવતા બાતમી મળી હતી કે આણંદ થી એક XUV 300 G.J.27 E.D.4306 મા એક ઈસમ વિદેશી દારૂ ભરી અમદાવાદ જનાર છે. જે બાતમી આધારે પોલીસે વોચ ગોઠવી ઉપરોક્ત ગાડીને નડિયાદ તરફના રોડ પરથી ઝડપી પાડી હતી. પોલીસે ગાડીના ચાલકની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ પવન જગદીશભાઈ ભાવસાર રહેવાસી અમદાવાદ અમરાઈવાડી શિવાનંદ નગર સોસાયટી હોવાનું જણાવ્યું હતું ગાડીમાં તપાસ કરતા વિદેશી દારૂનો જથ્થો હોવાનું માલુમ પડતા પોલીસ ગાડી લઈ LCB મથકે લઈ આવ્યા હતા. જ્યાં પોલીસે ગાડીમાંથી દારૂ ઉતારી તપાસ કરતા જુદા જુદા માળખાની વિદેશી દારૂની બોટલ નંગ 708 કિંમત રૂ.2,19600 તથા ગાડીની કિંમત રૂપિયા પાંચ લાખ મળી કુલ રૂપિયા 7,20,600 નો મુદ્દા માલ ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં આ દારૂનો જથ્થો આ રાજસ્થાન આનંદપુરીના પીન્ટુભાઇએ ભરી આપ્યો હોવાની કબુલાત કરી હતી
આ બનાવ સંદર્ભે જિલ્લા એલસીબી પોલીસની ફરિયાદના આધારે નડિયાદ ટાઉન પોલીસે પવન ભાવસાર પ્રોહી.નો ગુનો નોંધી.વધુ તપાસ હાથ ધરી છે.