ચંદીગઢ ખાતે નેશનલ સી.પી. ટાઈકવોન્ડો ચેમ્પિયનશિપ તારીખ 29 થી 30 માર્ચ, 2024 દરમિયાન યોજાઇ હતી. તેમાં ગુજરાત તરફથી મૈત્રી સંસ્થાના 4 સેરેબ્રલ પાલ્સી રમતવીરો અને 1 કોચ એ ભાગ લીધો હતો. જેમાં પ્રિતેશ પટેલ (ગોલ્ડ), શ્રીમંથ બાલ (ગોલ્ડ), મિહિર દીવાકર (ગોલ્ડ) અને પૂજા રાણે (સિલ્વર) મેડલ મેળવી ઐતિહાસિક સિદ્ધિ મેળવી હતી અને મૈત્રી સંસ્થા તથા સમગ્ર ગુજરાત રાજ્યનું ગૌરવ વધાર્યું હતું.
આ સમગ્ર ચેમ્પિયનશિપનું આયોજન સેરેબ્રલ પાલ્સી સ્પોર્ટ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ રાજેશ તોમરની આગેવાની હેઠળ કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર ભારતમાંથી 14 રાજ્યોએ ભાગ લીધો હતો. જેમાં ગુજરાત રાજ્ય તરફથી ભાગ લીધેલ તમામ રમતવીરોએ મેડલ મેળવી અનોખો ઈતિહાસ રચ્યો હતો.
આ ચેમ્પિયનશીપમાં મૈત્રી સંસ્થાના ડાયરેક્ટર મેહુલભાઈ પરમારના તાલીમ અને માર્ગદર્શન હેઠળ દિવ્યાંગ રમતવીરોએ ભાગ લઈ ગુજરાતનું નામ રોશન કર્યું હતું.
આ સમગ્ર ચેમ્પિયનશિપમાં ચંદીગઢ સરકારના સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટનો સહયોગ સાંપડ્યો હતો. જેના થકી દિવ્યાંગ રમતવીરોને પ્રોત્સાહન મળ્યું હતું.