સુરત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે કે, હજુ સુધી નિલેશ કુંભાણીનું ફોર્મ રદ નથી થયુ. નિલેશ કુંભાણીના ફોર્મ મુદ્દે આવતીકાલે સવારે 11 વાગ્યે કલેક્ટર સમક્ષ સુનાવણી થશે. સુનાવણીમાં ટેકેદારો સાથે આવવા ચૂંટણી અધિકારીએ આદેશ આપ્યો છે. અત્રે જણાવીએ કે, આજે સુનાવણી દરમિયાન નિલેશ કુંભાણીએ સમય માગ્યો હતો. જેમણે 24 કલાકનો કલેક્ટર સમક્ષ સમય માગ્યો હતો.
ટેકેદારોએ સહી નથી કરી ?
લોકસભા ચૂંટણીને લઈ રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. જ્યારે સુરત લોકસભા બેઠક ભારે ચર્ચામાં આવી છે કારણ કે, જ્યાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુભાણીનો ઉમેદવાર પત્ર રદ્દ થાય તેવી ચર્ચાઓ જોર પકડ્યું છે. વાત એવી છે કે, કોંગ્રેસના ઉમેદવારે તેમની ઉમેદવારી પત્રમાં દર્શાવેલી ટેકેદારોની સહી ટેકેદારોએ ન કરી હોવાનો આક્ષેપ કરાયો છે.
‘અમારી ખોટી સહી કરી છે’
કોંગ્રેસે સુરત લોકસભા બેઠક પર નિલેશ કુંભાણીને ટિકિટ આપી છે. આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે કે, ઉમેદવાર કુંભાણીના ટેકેદારોએ કહ્યું કે અમારી ખોટી સહી કરી છે. વધુમાં કહ્યું કે, ઉમેદવારી પત્રમાં નિલેશ કુંભાણીએ દર્શાવેલી સહી અમારી નથી તેવો આક્ષેપ કરાયો છે.
નિલેશ કુંભાણીએ શું કહ્યું
અત્રે જણાવીએ કે, રમેશ પોલરા, જગદિશ સાવલિયા અને ધ્રુવિન ધામેલિયામાંથી ત્રણ જણા સંપર્ક વિહોણા છે. નિલેશ કુંભાણીના ટેકેદારોનો પોતે જ સંપર્ક કરી શક્યા નથી. ટેકેદારોના સંપર્ક વિહોણા થયા પછી કુંભાણી જણાવ્યું કે, જો અપહરણ થયું હશે તો પણ અમે સવારે ચૂંટણી અધિકારી સમક્ષ હાજર કરીશું. નિલેશ કુંભાણીએ દરખાસ્તદારોની સહીઓ જાતે કરી હોવાનું જણાવ્યું છે. કલેક્ટરે કુંભાણીને લખેલા પત્રમાં કહ્યું, તમારા ટેકેદારોએ એફિડેવિટ કરી છે.
કુંભાણી ઉમેર્યું કે, ત્રણમાંથી બે ટેકેદારોનો હું સંપર્ક કરું છું પણ થઈ શકતો નથી. એક ટેકેદાર મારા સંપર્કમાં છે, એ કાલે જિલ્લા ચૂંટણી અધિકારી સામે હાજર થશે. બીજા બે ટેકેદાર હાલ સંપર્ક વિહાણા છે, એમનો સંપર્ક કરી રહ્યો છું. મને વિશ્વાસ છે કે કાલે 9 વાગે ત્રણેય ટેકેદારો ચૂંટણી અધિકારી સામે હાજર થશે. ભાજપને હારવાનો ડર એટલે મારા ટેકેદારોને ધાક-ધમકી આપી છે. ભાજપે ઉમેદવારોને ડરાવવાનો પ્રયત્ન કર્યો પણ હું ડર્યો નથી. રમેશ પોલરા, જગદિશ સાવલિયા અને ધ્રુવિન ધામેલિયામાંથી 2 જણા સંપર્ક વિહોણા છે.
સુરતમાં કોંગ્રેસનો ખેલ થયો?
અત્રે ઉલ્લેખનીય છે કે, ચૂંટણીમાં ઉમેદવારી કરવા માટે ઉમેદવારી પત્રમાં ત્રણ ટેકેદારોની સહી કરવાની હોય છે. જ્યારે જગદિશ સાવલિયા, રમેશ પોલરા અને ધીરૂભાઈ ધામેલિયાએ ચૂંટણી અધિકારીને રૂબરૂમાં જઈને નિવેદન આપ્યું છે. જે ત્રણેય ટેકેદારોએ જિલ્લા કલેક્ટર સમક્ષ હાજર થઈને પોતાનું એફિડેવિટ રજૂ કર્યું છે. ત્યારે સુરત લોકસભા કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થાય તેવી શક્યતા સેવાઈ રહી છે. કોંગ્રેસના ઉમેદવારના ટેકેદારો સાથે ભાજપના ઉમેદવારના ચૂંટણી એજન્ટે આ મુદ્દે વાંધો ઉઠાવ્યો છે