આગામી લોકસભા…2024ની ચૂંટણી માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકાસના મુદ્દાને આગળ ધરી સહુ ભારતીયોને મતદાન કરવા બિન નિવાસી ગુજરાતી અને બિન નિવાસી ભારતીય સમુદાયના પ્રતિનિધિઓએ અપીલ કરી છે.
બિન નિવાસી ભારતીયો અને બિનનિવાસી ગુજરાતી પરિવારોના સમુદાય વતી એક પ્રતિનિધિ મંડળ ભારત આવ્યું છે.બિનનિવાસી ભારતીયો અનેબિન નિવાસી ગુજરાતી સમુદાયના પ્રતિનિધિઓએ કર્ણાવતીથી એક રેલી યોજી હતી. જેને ગુજરાતના મુખ્ય પ્રધાન ભુપેન્દ્રભાઈ મોદીએ પ્રસ્થાન કરાવ્યું હતું. બિન નિવાસી ભારતીયો અને બિન નિવાસી ગુજરાતીઓની આ કાર રેલી આજે ખેડા જિલ્લાના નડિયાદમાં આવી પહોંચી હતી. ખેડા જિલ્લા ભાજપ, કમલમ કાર્યાલયમાં આ રેલીનું દબદબાભેર સ્વાગત કરાયું હતું.
તે અવસરે ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ગોરધનભાઇ ઝડફિયા, ખેડા સંસદીય બેઠકના પ્રભારી જીવરાજભાઈ ચૌહાણ, ખેડા બેઠકના ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ,ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ ચૌહાણની ઉપસ્થિતિમાં અન્ય હોદ્દેદારો, કાર્યકરોએ મોટી વસંખ્યામાં ઉપસ્થિત રહી બિન નિવાસી ભારતીયો અને બિન નિવાસી ગુજરાતી પ્રતિનિધિઓનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. આ કાર રેલી કર્ણાવતીથી નીકળી નડિયાદ થઈ આણંદ સહિતના વિવિધ સંસદીય બેઠકોના વિસ્તારોમાં થઈ સુરત અને નવસારી પહોંચશે.જ્યાં ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં રેલીનું સમાપન થશે.