ભાજપના ખેડા લોકસભા બેઠકના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે પોતાના પરિવાર સાથે મતદાન મથકે વોટ આપ્યો, અને ખેડા જિલ્લામાં મતદાનની બેઠકોના મતદારોને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરીને મતદાનનો નવો રેકોર્ડ બનાવવાની અપીલ કરી છે.
તેમજ નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ લોકશાહીના મહાપર્વ લોકસભા ચુંટણીની ઉજવણી કરતા બુથ નંબર – ૧૫૯ ખાતે મતદાન કેન્દ્ર ઉપર ધર્મપત્ની શ્રીમતી મારૂલબેન સાથે સવારે ૭ઃ૦૦ કલાકે સૌથી પહેલું મતદાન કરી પર્વની ઉજવણી કરી હતી અને રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન આપ્યું હતું. સાથે ધારાસભ્યે મીડિયાના માધ્યમથી સૌ મતદાતા ભાઈઓ બહેનોને વધુમાં વધુ મતદાન કરી એક ઉજ્જ્વળ અને વિકસિત ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન આપવા અપીલ કરી હતી.
આ સાથે લોકશાહીના પાવન પર્વમાં ખેડા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ નડિયાદ ખાતે આવેલી N.E.S. સ્કૂલમાં મતદાન કર્યું હતું તેમજ પ્રદેશ મહિલા પ્રમુખ જ્હાનવીબેન વ્યાસે પણ મતદાન કરી મહાપર્વ લોકસભા ચુંટણીની ઉજવણી કરી હતી.
રિપોર્ટર – યેશા શાહ( ખેડા)