આખો દેશ લોકસભાની ચૂંટણીના રંગે રંગાયેલો છે. સાત તબક્કામાં યોજાનારી ચૂંટણીના ચાર તબક્કા સંપન્ન થઇ ગયા છે. હજુ ત્રણ તબક્કા બાક છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યાંથી ચૂંટણી લડવાના છે એ વારણસી બેઠક પર મતદાન સૌથી છેલ્લા એટલે કે સાતમા તબક્કામાં તારીખ 1 જૂનવ રોજ થવાનું છે. મતદાનના ત્રણ દિવસ બાદ તારીખ 4 જૂને પરિણામ જાહેર થશે. વારાણસી બેઠક માટે વડાપ્રધાન મોદી આજે તારીખ 14મી મેના ર ઉમેદવારીપત્ર ભરવાના છે. આ બેઠક પર મોદીની જીત પાક્કી છે. તેઓ કેટલી બહુમતીથી જીતે છે એ જ જોવાનું છે. વારાણસી બેઠક પર આ સ. તેમની ત્રીજી વખત ઉમેદવારી છે. પહેલી વખત 2014માં મોદી આ બેઠક પર 3.71,784 મતોથી જીત્યા હતા. 2019માં મોદી આ જ બેઠક પર 4,79,50 મતોથી જીત્યા હતા. આ વખતે પાંચ લાખ કરતા વધુ મતોથી જીતે એ માટે ભારતીય જનતા પક્ષે તમામ તૈયારીઓ કરી લીધી છે. મોદી સામે એવા ઉમેદવાર નથી જે ટક્કર આપી શકે. કોંગ્રેસે મોદી સામે ત્રણેય વખત અજય રાયને જ ટિકિટ આપી છે. મોદી સામે બે વખત અજય રાય ખરાબ હાર્યા છે તો પણ કોંગ્રેસે આ વખતે અજય રાયને જ ટિકિટ આપી છે. એનું એક કારણ એ છે કે. મોદી સામે લડવા જ કોઇ તૈયાર નથી. ખબર જ કે આપણી હાર નક્કી છે પછી કોણ મેદાનમાં ઉતરવાનું છે
દેશમાં લોકસભાની આ 18મી ચૂંટણી છે. પહેલી ચૂંટણીથી માંડીને આ વખતની ચૂંટણી સુધીમાં વડાપ્રધાનના મત વિસ્તારો કાયમ ચર્ચાનું કેન્દ્ર રહ્યા છે આપણા દેશને સૌથી વધુ વડાપ્રધાન ઉત્તર પ્રદેશે આપ્યા છે. દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નેહરુ યુપીની કૂલપુર બેઠક પરથી ત્રણ વખત ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. 1952માં યોજાયેલી પહેલી ચૂંટણીમાં જવાહરલાલ નેહરુએ તેમના નજીકના હરીફ મસુરીયા દીનને 61871 મતે હરાવ્યા હતા. બીજી વખતે એટલે તે 1957ની ચૂંટણીમાં પણ નહેરુ સામે મસુરીયા દીન જ હતા. નહેરુ જીત્યા હતા પણ તેની સરસાઇ ઘટીને 29081 થઇ ગઇ હતી. 1962ની ચૂંટણીમાં જવાહરલાલ નહેરુ સામે રામમનોહર લોહિયા મેદાનમાં હતા. એ વખતે નહેરુ 64571 મતની સરસાઇથી જીત્યા હતા. જવાહરલાલ નેહરુ વડાપ્રધાન હતા એ દરમિયાન જ તેમનું અવસાન થયું હતું અને ગુલઝારીલાલ નંદા કાર્યવાહક વડાપ્રધાન બન્યા હતા. બીજા વડાપ્રધાન લાલબહાદૂર શાસ્ત્રી યુપીની અલ્હાબાદ બેઠક પરથી બે વખત ચૂંટણી લક્યા હતા અને જીત્યા હતા. લાલબહાદૂર શાસ્ત્રીને પહેલી વખતે 56032 અને બીજી વખતે 68533 મતોની સરસાઇ મળી હતી. શાસ્ત્રીજી પણ વડાપ્રધાન હતા એ દરમિયાન જ તેમનું અવસાન થયું હતું તેમની વિદાય બાદ પણ ગુલઝારીલાલ નંદા કાર્યવાહક વડાપ્રધાન બન્યા હતા. ત્રીજા વડાંપ્રધાન સ્વ. ઇંદિરા ગાંધી પહેલી વખત વડાપ્રધાન બન્યા ત્યારે ઉત્તર પ્રદેશના રાયબરેલીથી ચૂંટણી જીત્યા હતા, જ્યારે બીજી વખત વડાંપ્રધાન બન્યા ત્યારે આંધ્ર પ્રદેશની મેડક બેઠક પરથી જીત્યા હતા. રાયબરેલી બેઠક પર સ્વ. ઇંદિરા ગાંધી બે વખત ચૂંટણી જીત્યા હતા. ઇંદિરાજીએ કટોકટી લાદી એ પછી યોજાયેલી ચૂંટણીમાં રાયબરેલીની બેઠક પર ઇંદિરાજીને રાજનારાયણે હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો. વડાપ્રધાન બન્યા પછી ચૂંટણી હારી ગયા હોય એવી આ પહેલી ઘટના હતી ઇંદિરાજી પછી વડાપ્રધાન બનેલા પહેલા ગુજરાતી મોરારજીભાઈ દેસાઇ સુરત બેઠક પર પાંચ વખત ચૂંટણી જીત્યા હતા. 170 દિવસ માટે વડાપ્રધાન બનેલા ચૌધરી ચરણસિંહ યુપીની બાગપત બેઠક પરથી ત્રણ વખત વિજયી બન્યા હતા.
ઇંદિરાજીની હત્યા બાદ રાજીવ ગાંધી વડાપ્રધાન બન્યા હતા. સૌથી નાની વયે વડાપ્રધાન બનનારા રાજીવ ગાંધી યુપીની અમેઠી બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા. આ બેઠક પર રાજીવ ગાંધીના નાના ભાઈ સંજય ગાંધી પણ ચૂંટણી લડયા અન જીત્યા હતા. 1980માં એક વિમાન દુર્ઘટનામાં સંજય ગાંધીનું અવસાન થયું હતું. એ પછી માતા ઇંદિરા ગાંધીની આગ્રહથી રાજીવ ગાંધી રાજકારણમાં આવ્યા હતા અને અમેઠી બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. રાજીવ ગાંધીની સરકારે બોફોર્સ કૌભાંડના કારણે જવું પડયું હતું. 1991માં ચૂંટણીના પ્રચાર દરમિયાન જ તમિલનાડુના શ્રીપેરમ્બદુર ખાતે એલટીટીઇના ફિદાયીન હુમલામાં રાજીવ ગાંધીનું મૃત્યુ થયું હતું ભૂતપૂર્વ વડાપ્રધાન નરસિંહરાવ આંધ્ર પ્રદેશની નાંદિયાલ બેઠક પરથી જીત્યા હતા. સ્વ. અટલ બિહારી વાજપેયી બે વખત વડાપ્રધાન બન્યા ત્યારે તેઓ યુપીની લખનઉ બેઠક પરથી જીત્યા હતા. 1996ની ચૂંટણીમાં વાજપેયીજી લખનઉ ઉપરાંત આપણા ગુજરાતની ગાંધીનગર એમ બે બેઠક પર ચૂંટણી લડ્યા હતા. તેઓ બંને બેઠક પર જીતી ગયા હતા વાજપેયીજીએ એ વખતે ગાંધીનગરની બેઠક ખાલી કરી આપી હતી અને લખનઉ બેઠક જાળવી રાખી હતી વડાપ્રધાન બન્યા એ પહેલા 1991માં વાજપેયીજી યુપીની લખનઉ ઉપરાંત મધ્ય પ્રદેશની વિદિશા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. એ વખતે તેઓ બંને બેઠક પર જીતી ગયા હતા. એ સમયે તેમણે વિદિશા બેઠક ખાલી કરી આપી હતી. વાજપેયીજી લખનઉ ઉપરાંત બલરામપુર બેઠક પરથી પણ ચૂંટણી લડ્યા હતા. સ્વ. વાજયેપીજી એક માત્ર એવા વડાપ્રધાન છે જેઓ ચાર રાજ્યોમાંથી ચૂંટણી લડીને છ વખત ચૂંટણી જીત્યા છે.
દેશના ત્રણ વડાપ્રધાનો મનમોહન સિંહ, આઈ.કે, ગુજરાલ અને એચ.ડી. દેવેગોવડા એવા વડાપ્રધાન છે જેઓ વડાપ્રધાન બન્યા ત્યારે રાજ્યસભાના સંસદ સભ્ય હતા. મનમોહન સિંહ એક જ વખત ચૂંટણી લડ્યા છે અને એ ચૂંટણી પણ હાર્યા છે. 1999માં મનમોહન સિંહ સાઉથ દિલ્હીની બેઠક પરથી ચૂંટણી લક્યા ત્યારે તેમને ભાજપના વિજયકુમાર મલ્હોત્રાએ 29999 મતે હરાવ્યા હતા. બે વખત દેશના કાર્યવાહક વડાપ્રધાન બનેલા ગુલઝારીલાલ નંદા આપણા ગુજરાતની જ સાબરકાંઠા બેઠક પર ચૂંટણી લડીને ત્રણ વખત જીત્યા છે.
ભારતીય જનતા પક્ષે નરેન્દ્ર મોદીને વડાપ્રધાનપદના ઉમેદવાર બનાવ્યા એ પછી 2014માં તેઓ વડોદરા અને વારાણસી બંને બેઠકો પર જીત્યા હતા. વડોદરા બેઠક પર તેઓ 5,70,128 મતોની જંગી સરસાઇથી જીત્યા હતા. વડોદરાની સરસાઈ વારાણસીની સરખામણીમાં વધુ હતી તો પણ તેમણે વડોદરા બેઠક છોડીને વારાણસી બેઠક જાળવી રાખી હતી. તેની પાછળ મોદી અને ભાજપની ગળે ઉતરે એવી ગણતરીઓ હતી ઉત્તર પ્રદેશ દેશનું સૌથી મોટું રાજ્ય છે. આ એક જ રાજ્યમાં લોકસભાની 80 બેઠક છે. વડાપ્રધાન જો યુપીની બેઠક પરથી હોય તો બીજી બેઠકમાં કાયદો થાય એ હેતુથી જ વારાણસી બેઠક જાળવી રાખવામાં આવી હતી. ગુજરાત તો નરેન્દ્ર મોદીનું જ હતું અને છે. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા એ પછી ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પક્ષની સરકાર બની અને યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી બન્યા. ગયા વખતે અને આ વખતે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીની એક જ બેઠક પરથી ચૂંટણી લડવાનું પસંદ કર્યું છે. વારાણસીમાં જે કામો થયા છે એ અને વડાપ્રધાન મોદીએ દેશ માટે જે કર્યું છે એ વારાણસીની જનતાએ જોયું છે આ વખતે જીતનો તો કોઇ સવાલ જ નથી. સરસાઇના અગાઉના તમામ રેકોર્ડ તૂટે એવી શક્યતાઓ વર્તાઇ રહી છે.