રાજકોટના ટી.આર.પી. ગેમિંગ ઝોનમાં લાગેલી ભયંકર આગની લપેટમાં 28 જેટલા લોકો નિર્દોષ મૃત્યુ પામ્યા છે, આ ઘટનામાં મોતને ભેટનાર મૃતકોના આત્માને શાંતિ મળે અને પરિવારજનોને જલદીથી ન્યાય મળે તે હેતુસર ખેડા જીલ્લા હોમગાર્ડ દળ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરતો ખાસ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
નડિયાદ શહેરમાં સરદાર ભવન સ્થિતિ જિલ્લા હોમગાર્ડ દળની કચેરીના કેમ્પસમાં આ ખાસ કાર્યક્રમ યોજાયો, જેમાં આ દૂર્ઘટનામાં મૃત્યુ પામેલા નિર્દોષ વ્યકિતઓ સંદર્ભે શોક વ્યક્ત કર્યો હતો. ખેડા જિલ્લા હોમગાર્ડઝ દળ દ્વારા સહાનુભૂતિ દાખવતા દર રવિવારે યોજાતિ માસિક પરેડ દરમ્યાન જિલ્લા કમાડન્ટ પ્રણવ સાગરની અધ્યક્ષાતામાં આ મૃતકોને 2 મિનિટનુ સામુહિક મૌન દાખવીને હોમગાર્ડ દળ, ખેડા જિલ્લા હોમગાર્ડઝ દળ તરફથી શ્રદ્ધાંજલી પાઠવવામાં આવી હતી.