ગરમીની અસર શરીરના દરેક અંગો પર પડે છે. ત્વચા, વાળ, પેટમાં દુખાવો, ઉલ્ટી, ઝાડા સહિતની સમસ્યા ગરમીમાં થાય છે. મગજ કામ નથી કરી રહ્યું અને આંખો તાપ અને પરસેવાથી બળે છે. ભયંકર ગરમીના દિવસોમાં આંખોની યોગ્ય દેખરેખ કરવી પણ જરૂરી છે.
ગરમીના કારણે આંખોમાં બળતરા, આંખો લાલ થવી, આંખોમાંથી પાણી આવવુ અને ઘણી વખત ડ્રાય આયની સમસ્યા થવા લાગે છે. આ મુસ્કેલીઓથી બચવું છે તો શરીરમાં પાણીની કમી ન થવા દો. જાણો ગરમીમાં આંખોની દેખરેખ કેવી રીતે કરશો.
ઉનાળામાં આ રીતે કરો આંખોની દેખરેખ
- જ્યારે પણ ઘરની બહાર નિકળો તો ગોગલ્સ લગાવીને નિકળો. ધ્યાન રાખો કે ચશ્મા સારી ક્વોલિટીના અને સાઈઝમાં મોટા હોવા જોઈએ. જે આંખોને સંપૂર્ણ રીતે કવર કરે.
- આંખોને ગરમ હવા, લૂ અને ધૂપથી બચાવવા માટે રૂમાલ કે દુપટ્ટા- સ્ટોલનો ઉપયોગ કરો. હેટ કે ટોપી પણ લગાવો.
- વાદળ હોય તો આંખો પર ચશ્મા લગાવવા જોઈએ જેનાથી ભેજથી આંખોને બચાવી શકાય.
- ગરમીમાં સનસ્ક્રીન લગાવતી વખતે ધ્યાન રાખો કે આંખમાં ન જાય. જો ભૂલથી જતુ પણ રહે તો સાફ પાણીથી આંખોને ક્લીન કરી લો.
- આંખોમાં ખંજવાડ, બળતરા કે ડ્રાયનેસ થવા પર આંખોને વારંવાર હાથથી ન મસળો.
- સ્વિમિંગ વખતે ક્લોરીન વાળું પાણી આંખોમાં ન જાય તેના માટે સ્વિમિંગ વાળા ચશ્મા પહેરો.
- ઘરમાં ડાયરેક્ટ એસી કે કૂલરની ઠંડી હવાથી આંખોને બચાવો તેનાથી ડ્રાયનેસ વધી શકે છે.
- જો આંખોમાં દુખાવો કે થાક છે તો ઠંડા પાણીથી કપડાને પલાડી અને આંખો પર લગાવો.
- તમે ઈચ્છો તો આઈસ પેક કે ખીરાના ટૂકડા પણ આંખો પર મુકી શકો છો. તેનાથી રાહત મળશે.
- વધારે સમય સુધી સતત ફોન, લેપટોપ કે સ્ક્રીન જોવાથી બચો. તેનાથી ડ્રાયનેસ આવી શકે છે.
- રાત્રે સારી ઊંઘ અને હેલ્ધી ભોજન ખાઓ. તેનાથી આંખોને સ્વસ્થ્ય રાખવામાં મદદ મળે છે.