Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 31°C

યાત્રાધામ વડતાલ ખાતે આદિ દેવોને દસ હજાર કિલો આમ્રનો દિવ્ય અન્નકુટ અર્પણ કરાયો

યાત્રાધામ વડતાલ ખાતે આદિ દેવોને દસ હજાર કિલો આમ્રનો દિવ્ય અન્નકુટ અર્પણ કરાયો

શ્રી લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે અનેકવિધ આયોજનો થઈ રહ્યા છે. સેવા ભક્તિ સ્મરણના કાર્યક્રમ થઈ રહ્યા છે. આ પ્રચંડ ગરમીમાં ચંપલ વિતરણ જેવી સેવાઓ થઈ છે.જે સૌને સરાહનીય રહી છે, રવિવારના રોજ વડતાલ મંદિરમાં બિરાજતા આદિ દેવોને અમદાવાદ એસ.જી.વી.પી. ગુરૂકુળ પરિવારના સ્વામી માધવપ્રિયદાસજી અને પુરાણીસ્વામી બાલકૃષ્ણદાસજી દ્વારા ૧૦ ટન કેરીનો અન્નકુટ આમ્રોત્સવ નિમિત્તે ધરાવવામાં આવ્યો હતો.આમ્રોત્સવના આયોજક વડતાલ મંદિરના મુખ્ય કોઠારી ડો.સંતવલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, નીજમંદિરમાં દેવોને ભક્તો દ્વારા ઋતુ પ્રમાણે ફળો ધરાવવામાં આવે છે.

જે અંતર્ગત ઉનાળાની ઋતુમાં ફળોનો રાજા કેરીનો અમદાવાદ એસજીવીપી ગુરૂકુળ પરિવારના સ્વામી માધવપ્રિયદાસજી અને પુરાણી સ્વામી બાલકૃષ્ણદાસજી દ્વારા દસ ટન કેસર કેરીનો અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો.મંદિરના પૂજારીઓ દ્વારા કેરીની કમાનો ઉભી કરવામાં આવી હતી.ત્યારબાદ દેવો સમક્ષ કેરી ધરાવવામાં આવી હતી. રવિવારના રોજ હજ્જારો હરિભક્તોએ આમ્રોત્સવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.સવારે ૮ થી ૧૨ વાગ્યા સુધીમાં અંદાજીત ૭૫ હજારથી વધુ ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. સાંજે ૩.૩૦ થી ૬.૩૦ દરમ્યાન ૯૦મી રવિસભા અજરપુરાના રજનીકાંત ઉમેદભાઇ પટેલ તથા ગોપીબેન ડી.પટેલના યજમાનપદે રાખવામાં આવી હતી. રવિસભાના વક્તાપદે ડો.સંતવલ્લભદાસજી સ્વામી બિરાજી વચનામૃત કથાનું રસપાન કરાવ્યું હતું. જ્યારે સમગ્ર આમ્રોત્સવના આયોજક ચેરમેન દેવપ્રકાશસ્વામી તથા કોઠારી ડો.સંતસ્વામી હતા. આમ્રોત્સવની સમગ્ર વ્યવસ્થા શ્યામવલ્લભસ્વામી તથા સ્વયંસેવકોની ટીમે સંભાળી હતી. અન્નકુટબાદ આ કેરીનો પ્રસાદનું વૃદ્ધાશ્રમ, અનાથઆશ્રમ, મહિલા આશ્રમ તથા દિવ્યાંગોને વડતાલ ધામના સંતો તથા સ્વયંસેવકો દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું.

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.