Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 31°C

નડિયાદ : સરદાર ધામ યુવા સંગઠન આયોજિત મિશન 2026 અંતર્ગત યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો

નડિયાદ : સરદાર ધામ યુવા સંગઠન આયોજિત મિશન 2026 અંતર્ગત યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો

સરદારધામ યુવા સંગઠન આયોજિત મિશન -2026 અંતર્ગત યુવાશક્તિના સર્વાંગી વિકાસ માટે થતી પ્રવૃત્તિઓની માહિતી સમાજના છેવાડાના લોકો સુધી પહોંચી શકે તેમજ યુવાનોને જાગૃત કરીને શૈક્ષણિક, વ્યાપારી ક્ષેત્રે ઉપયોગી થઈ શકે તેવા ઉમદા ઉદ્દેશ સાથે નડિયાદ શ્રી સ્વામિનારાયણ મંદિર, યોગી ફાર્મ ખાતે સરદારધામ પ્રમુખ સેવક ગગજી સુતરીયાજીની પ્રેરક ઉપસ્થિતિમાં યુવા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ખાતે નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની સ્થાપક ટ્રસ્ટી તરીકે નિમણુંક કરવામાં આવી હતી.

આ કાર્યક્રમ ખાતે સરદારધામ પ્રમુખ સેવક ગગજીભાઈ સુતરીયાજી, મોટીવેશનલ સ્પીકર શૈલેષ સગપરિયા, સરદાર ધામના ટ્રસ્ટીઓ તથા ટીમ અને ખેડા જિલ્લાના સૌ પાટીદારના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

 

 

 

રિપોર્ટર – યેશા શાહ( ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.