લાયન્સ ક્લબ ઓફ ઉમરેઠ અને રેન્જ ફોરેસ્ટ અધિકારી શ્રી દ્વારા બ્રહ્મકુમરીઝ સેન્ટરના પીસ પાર્ક ખાતે 10 છોડનું રોપણ કરવામાં આવ્યું. બ્રહ્મકુમરીઝ ના બહેનોએ નૈતિક રીતે આ 10 રોપાને જતન કરી ઉછેરવાની જવાબદારી સ્વયંભુ રીતે લીધી છે. લાયન્સ ક્લબ દ્વારા જણાવવામાં આવ્યું કે હાલ ઉનાળાનો તાપ છે માટે વધુ છોડવા રોપવા હિતાવહ નથી, અત્યારે રોપેલા છોડીને તાપમાં બળી જાય પણ જેમ વરસાદની ઋતુ શરુ થશે ત્યારે જતન થઇને ઉછેર થઇ શકે તેવી જગ્યાઓ એ મોટી સંખ્યામાં વૃક્ષરોપણ કરવામાં આવશે. રેન્જ ફોરેસ્ટ અધિકારી પરમાર સાહેબે પણ વધુમાં વધુ રોપા વાવીને તેનું જતન કરીને ઉછેરવા પર બહાર મુક્યો હતો. બ્રહ્મકુમરીઝ ના બહેનો દ્વારા વધુ વૃક્ષ વાવવા, તેનું જતન કરીને ઉછેર કરવો, સ્વચ્છતા જાળવવી જેવા વિષયો પર જાહેરમાં સૌને સપથ લેવડાવવામાં આવ્યા.