વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) 9 જૂન 2024ના રોજ સાંજે 7.15 કલાકે સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે. મોદીની સાથે NDAના 14 સહયોગીઓના 18 સાંસદો પણ મંત્રી તરીકે શપથ લઈ શકે છે. જેમાંથી 7 કેબિનેટ મંત્રી તરીકે અને બાકીના 11 સ્વતંત્ર હવાલો અને રાજ્ય મંત્રી તરીકે શપથ લઈ શકે છે. જો કે તેની સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.
ઉલ્લેખનીય છે કે ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ (Jawaharlal Nehru) સિવાય કોઈપણ કોઈપણ વડાપ્રધાને દેશમાં સળંગ ત્રણ વખત વડાપ્રધાન બનવાની સિદ્ધિ મેળવી નથી. 1967માં સત્તા પર આવેલા ઇન્દિરા ગાંધીએ (Indira Gandhi) પણ કાયકા પછી 1977માં સત્તા ગુમાવવી પડી હતી. જો કે તેના પછી તે 1979માં ફરીથી ચૂંટાયા હતા, પરંતુ સળંગ ત્રણ વખત વડાપ્રધાન બની શકયા ન હતા. કદાચ જવાહરલાલ નેહરુએ જોયેલા અભિનવ ભારતના સ્વપ્નને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ તેમના વિઝન 2047 વડે સાકાર કરી રહ્યા છે. તેથી જ તેમણે એનડીએની બેઠકમાં તાજેતરમાં પહેરેલું નેહરું જેકેટ ઘણું સૂચક હતુ.
એવું માનવામાં આવે છે કે 3 ડઝનથી વધુ સાંસદો મંત્રી તરીકે શપથ લઈ શકે છે. TDP અને JDUમાંથી 2-2 અને શિવસેનામાંથી એક કેબિનેટ મંત્રી બની શકે છે. સૂત્રોનું કહેવું છે કે આ સિવાય એનસીપી, એલજેપી અને જેડીએસના ક્વોટાના કેબિનેટ મંત્રીઓ શપથ લઈ શકે છે.
જેડીયુના નેતા કેસી ત્યાગીએ દાવો કર્યો હતો કે નીતિશ કુમારને I.N.D.I.A. બ્લોકમાંથી PM બનવાની ઓફર મળી હતી. પરંતુ તેણે તેને ફગાવી દીધી કારણ કે હવે પાછળ જોવાનો કોઈ પ્રશ્ન જ નહોતો.
બીજી તરફ અમિત શાહ અને જેપી નડ્ડા મોદીના નિવાસસ્થાને પહોંચ્યા હતા. કેબિનેટને લઈને અહીં ચર્ચા થઈ શકે છે. ટીડીપીના એક સાંસદે કહ્યું કે, કઇ પાર્ટીમાંથી કેટલા મંત્રી બનાવવામાં આવશે તેની ફોર્મ્યુલા નક્કી થઈ ચૂકી છે. આ અંગે કોઈપણ પ્રકારની જાહેર ચર્ચાની જરૂર નથી. દરેક જણ સહમત છે કે પીએમ જે પણ જવાબદારી આપે છે, તેઓ તેને નિભાવશે.
જેડીયુ સાંસદ લવલી આનંદે રેલ્વે મંત્રાલયના સવાલ પર કહ્યું, ચોક્કસપણે (જેડીયુ)ને મળવું જોઈએ. અગાઉ પણ આવું જ હતું. જેડીયુના સાંસદોએ પણ બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાનો મુદ્દો પુનરોચ્ચાર કર્યો છે.
શ્રીલંકાના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી રાનિલ વિક્રમસિંઘે; માલદિવનાં રાષ્ટ્રપતિ મહામહિમ ડૉ. મોહમ્મદ મુઈઝ્ઝુ; સેશેલ્સના ઉપરાષ્ટ્રપતિ મહામહિમ શ્રી અહમદ આફીફ; બાંગ્લાદેશના પ્રધાનમંત્રી મહામહિમ શેખ હસીના; મોરેશિયસના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી પ્રવિન્દ કુમાર જગન્નાથ; નેપાળના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’; અને ભૂતાનના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી શેરિંગ તોબગેને શપથ સમારંભમાં ઉપસ્થિત રહેવાનું આમંત્રણ સ્વીકાર્યું છે.
શપથગ્રહણ સમારંભમાં સહભાગી થવા ઉપરાંત એ જ સાંજે નેતાઓ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ શ્રીમતિ દ્રૌપદી મુર્મુ દ્વારા આયોજિત ભોજન સમારંભમાં પણ હાજરી આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સતત ત્રીજા કાર્યકાળ માટે શપથગ્રહણ સમારંભમાં ભાગ લેવા માટે નેતાઓની મુલાકાત ભારત દ્વારા તેની ‘પડોશી પ્રથમ’ની નીતિ અને ‘સાગર’ વિઝનને સર્વોચ્ચ પ્રાથમિકતાને અનુરુપ છે.