જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં શિવખોડી તીર્થસ્થાન પર શ્રદ્ધાળુઓને લઈ જતી બસ પર આતંકીઓએ ગોળીબાર કર્યો. અહેવાલો અનુસાર, આ આતંકી હુમલામાં 10 લોકોના મોત થયા છે. આ આતંકવાદીઓનું જૂથ રાજૌરી, પૂંછ અને રિયાસીના ઉપરના વિસ્તારોમાં છુપાયેલું છે. પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.
#WATCH | Police and security personnel present at the bus accident site in J&K's Reasi. DC Reasi has confirmed 10 deaths in the accident pic.twitter.com/i03PdjBi7D
— ANI (@ANI) June 9, 2024
પોલીસ અને સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું
રિયાસી જિલ્લામાં શિવખોડી તીર્થસ્થાન પર શ્રદ્ધાળુઓને લઈ જતી બસ પર આતંકી પરગોળીબાર કર્યો હતો, ત્યારબાદ બસ અકસ્માતનો ભોગ બની હતી. આ ઘટનામાં 10 લોકોના મોત થયા છે. આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા શ્રદ્ધાળુઓને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ભારતીય સેના, સીઆરપીએફ, જમ્મુ-કાશ્મીર પોલીસે આતંકીઓની શોધમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.