લોકસભાની ચૂંટણીમાં જીત બાદ ગઇકાલે PM મોદીએ સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. જોકે હવે PM મોદીના શપથ ગ્રહણ કર્યા બાદ દિલ્હીમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. UPમાં લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપનું પ્રદર્શન કઈ ખાસ સારું રહ્યું નથી. તો વળી NDAની બેઠકમાં પણ UPના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ચહેરાના હાવ-ભાવ કઈક અલગ જ જોવા મળ્યા હતા. આ બધાની વચ્ચે હવે યોગી આદિત્યનાથ અમિત શાહને મળવા પહોંચ્યા છે. લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ બંનેની આ પ્રથમ અને મહત્વપૂર્ણ મુલાકાત છે. અમિત શાહને મળ્યા બાદ CM યોગીએ રાજનાથ સિંહ અને નીતિન ગડકરી સાથે પણ મુલાકાત કરી હતી. આ સિવાય CM યોગીએ પ્રધાનમંત્રી મોદીને મળવા માટે પણ સમય માંગ્યો છે.
તો શું UPમાં કઈ મોટું થશે ?
આ વખતે UP લોકસભા ચૂંટણીમાં BJPના પરિણામો સારા નથી રહ્યા જેના પછી સતત બેઠકો ચાલી રહી છે. ખરાબ પરિણામો અંગે સતત મંથન થઈ રહ્યા છે. અગાઉ શનિવારે CM યોગીએ તમામ મંત્રીઓની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં નબળી ચૂંટણી કામગીરી સહિત અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત રાજ્યમાં સરકારની કામગીરી અને જનતા તરફથી મળેલા પ્રતિભાવોના આધારે પ્રશ્નોના નિરાકરણ અંગે ચર્ચા કરવામાં આવી હતી. લોકસભાની ચૂંટણીમાં અનેક મંત્રીઓના વિસ્તારોમાં ભાજપને ઓછા વોટ મળ્યા તે અંગે પણ બેઠકમાં ચર્ચા થઈ હતી. જોકે હવે આજે યોગી આદિત્યનાથે અમિત શાહ, રાજનાથ સિંહ અને નીતિન ગડકરી સાથે પણ મુલાકાત કરી છે. આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે મળવાનો સમય પણ માંગ્યો છે. જેણે લઈ હવે ઉત્તર પ્રદેશમાં કઇંક મોટું થાય તેવી ચર્ચાને વેગ મળ્યો છે.
Uttar Pradesh CM Yogi Adityanath called on Union Minister Amit Shah in Delhi and congratulated him on taking oath as Union Minister pic.twitter.com/lzItYUZFRC
— ANI (@ANI) June 10, 2024
ઉત્તર પ્રદેશમાં NDAને લાગ્યો છે મોટો ફટકો
લોકસભા ચૂંટણીમાં UPમાં NDAને મોટો ઝટકો લાગ્યો છે. 80માંથી 36 બેઠકો મળી. તેમાંથી ભાજપને 33, આરએલડીને 2 અને અપના દળ (એસ)ને 1 બેઠક મળી છે. યુપીમાં સમાજવાદી પાર્ટીને સૌથી વધુ 37 બેઠકો મળી છે. આ સિવાય કોંગ્રેસને 6, આઝાદ સમાજ પાર્ટી (કાશીરામ)ને એક બેઠક મળી છે. છેલ્લી લોકસભા ચૂંટણી (2019) NDA ઉત્તર પ્રદેશમાં સારું પ્રદર્શન કર્યું હતું. યુપીમાં 80 સીટોમાંથી NDA કુલ 64 સીટો જીતી હતી. જેમાં ભાજપને 62 અને અપના દળને 2 બેઠકો મળી હતી.
Uttar Pradesh CM Yogi Adityanath met Union Ministers Rajnath Singh and Nitin Gadkari, in Delhi pic.twitter.com/dWRn21HfPH
— ANI (@ANI) June 10, 2024
મોદી કેબિનેટમાં યુપીમાંથી કેટલા મંત્રી?
ખરાબ પ્રદર્શન છતાં પીએમ મોદી સિવાય સૌથી વધુ 10 મંત્રીઓ ઉત્તર પ્રદેશમાંથી બનાવવામાં આવ્યા છે. જેમાં રાજનાથ સિંહ, હરદીપ સિંહ પુરી, જયંત ચૌધરી, અનુપ્રિયા પટેલ, જિતિન પ્રસાદ, પંકજ ચૌધરી, એસપી સિંહ બઘેલ, કીર્તિવર્ધન સિંહ, બનવારીલાલ વર્મા અને કમલેશ પાસવાનને મંત્રી બનાવવામાં આવ્યા છે.