પશ્ચિમ બંગાળના રાજકારણમાં મંગળવારે એક ટ્વીસ્ટ જોવા મળ્યું. શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ અને મુખ્યમંત્રી મમતા બેનર્જી મુખ્ય વિપક્ષી દળ ભાજપના સાંસદ સાથે મુલાકાત કરવા તેમના નિવાસ સ્થાને પહોંચ્યાં. ભાજપના રાજ્યસભા સાંસદ અનંત મહારાજે પોતાના નિવાસ સ્થાને સીએમ મમતાનું ઉત્સાહભેર સ્વાગત કર્યું. મમતા બેનર્જી અને ભાજપ સાંસદની મુલાકાતને લઈને વધુ જાણકારી સામે આવી નથી પરંતુ તેને લઈને રાજકારણ ગરમાયું છે.
#WATCH | West Bengal Chief Minister Mamata Banerjee meets Greater Cooch Behar People's Association leader and BJP MP Nagendra Ray alias Anant Maharaj.
The West Bengal CM also offered prayers at Madan Mohan Temple, in Cooch Behar. pic.twitter.com/dFQkK4W8cY
— ANI (@ANI) June 18, 2024
અનંત મહારાજ ઉત્તર બંગાળના રાજકારણનો મોટો ચહેરો છે જ્યાં ભાજપે છેલ્લા અમુક વર્ષોમાં ઝડપથી પગપેસારો કર્યો છે. અનંત ઉત્તર બંગાળના કૂચબિહારને પૃથક ગ્રેટર કૂચ બિહાર રાજ્ય બનાવવાની માગ કરનાર સંગઠન ગ્રેટર કૂચબિહાર પીપુલ્સ એસોસિએશન (જીસીપીએ) ના અધ્યક્ષ છે. પોતાને ગ્રેટર કૂચબિહારના મહારાજ ગણાવનાર અનંતને ભાજપે એક વર્ષ પહેલા જ પશ્ચિમ બંગાળથી રાજ્યસભા મોકલ્યા હતા. અનંત પશ્ચિમ બંગાળથી ભાજપની ટિકિટ પર રાજ્યસભા પહોંચનાર પહેલા નેતા પણ છે.
રાજવંશી કેટલા પ્રભાવશાળી
પશ્ચિમ બંગાળમાં અનુસૂચિત જાતિની કુલ વસ્તીમાં લગભગ 18 ટકાથી વધુ રાજવંશી સમુદાયની ભાગીદારી છે. રાજવંશી સમુદાય અનુસૂચિત જાતિ વર્ગનો સૌથી મોટો અને પ્રભાવશાળી સમુદાય છે. રાજકીય દ્રષ્ટિએ જોઈએ તો ઉત્તર બંગાળના પાંચ જિલ્લાના 20 વિધાનસભા વિસ્તારમાં રાજવંશી સમુદાયના મતદાતા નિર્ણાયક ભૂમિકા નિભાવે છે. આ પાંચ જિલ્લામાં કૂચબિહારની સાથે જ અલીપુરદ્વાર પણ સામેલ છે જ્યાં 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે સારું પ્રદર્શન કર્યું હતું પરંતુ 2024ની ચૂંટણીમાં પાર્ટી કૂચબિહાર લોકસભા બેઠક હારી ગઈ.