પીએમ કિસાન સન્માન નિધિનો 17મો હપ્તો બહાર પાડતાં પહેલા પીએમ મોદીએ વારાણસીની જનતાને સંબોધિત કરી હતી. વારાણસીમાં કિસાન સન્માન નિધિનો 17મો હપ્તો પાડવાના પ્રસંગે પીએમ મોદીએ પોતાના સંબોધનની શરૂઆત નમઃ પાર્વતી પતાયે હર હર મહાદેવથી કરી હતી. તેમણે કહ્યું, “ચૂંટણી જીત્યા પછી, અમે પહેલીવાર બનારસ આવ્યો છું, કાશીની જનતાએ મને ત્રીજી વખત તેમના પ્રતિનિધિ તરીકે ચૂંટીને મને આશીર્વાદ આપ્યા છે. હવે લાગે છે કે માતા ગંગાએ પણ મને દત્તક લીધો છે.
#WATCH | Uttar Pradesh: During PM Kisan Samman Sammelan in Varanasi, Prime Minister Narendra Modi says "PM Kisan Samman Nidhi has become the world's largest Direct Benefit Transfer scheme. So far, Rs 3.25 lakh crore has been deposited in the bank accounts of crores of farmer… pic.twitter.com/DK6ClghqF9
— ANI (@ANI) June 18, 2024
સાંસદ નહીં ત્રીજી વાર પીએમને ચૂંટ્યાં
પીએમ મોદીએ કહ્યું કે કાશીની જનતાએ માત્ર સાંસદ જ નહીં પરંતુ ત્રીજી વખત પીએમને પણ ચૂંટ્યા છે. તેથી, તમને લોકોને બેવડી અભિનંદન. જનતાએ આપેલો જનાદેશ અભૂતપૂર્વ છે. ભારત જેવા દેશમાં જો 10 વર્ષ પછી પણ જનતા મને કામ કરવાની તક આપે છે, તો તે એક મહાન વિશ્વાસ છે. તમારો વિશ્વાસ મારી સૌથી મોટી સંપત્તિ છે. હું તમારા સપના પૂરા કરવા માટે દિવસ-રાત મહેનત કરીશ.