ખેડા પોલીસની જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે, શહેરમા નેત્રંગ સીસીટીવી કેમેરા દ્વારા આપવામાં આવેલ ઈ-ચલણ મેમા તા.21/6/24 સુધી ભરી દેવા, નહિ તો લાયસન્સ રદ થવાની અને વાહન સીઝ થવાની શક્યતા છે.
શહેરમાં જાહેર માર્ગો ઉપર ટ્રાફિક પોલીસ દ્વારા જનતાને બાકી રહેલ ઈમેમાની ચૂકવણી તા. ૨૧ જુન સુધી ભરી દેવા સૂચના આપવામાં આવી છે. નહીં તો જે-તે વાહનચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી માહિતી લોકો સુધી પહોંચાડવામાં આવી હતી.