માતર તાલુકાના પરિએજ તળાવના પાળા નજીક ભેદી આગ લાગતાં પ્રશ્ન ઉપસ્થિત થયો છે, 5 મગરને રેસક્યુ કરી ત્રાજ તળાવમાં છોડાયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, ખેડા જિલ્લામાં માતર તાલુકાના પરિએજ તળાવમાં હાલમાં પાળાની કામગીરી ચાલુ હોવાથી છેલ્લા અઢી મહિનાથી તળાવમાં નહિવત પાણી હતું, જેને કારણે તળાવમાં રહેતાં મગર પાળાની બીજી તરફ ઉગેલા ઘાસની અંદર બખોલ કરીને રહેતા હતા. જોકે, આ ઘાસમાં આગ લાગતાં મગર બખોલમાંથી બહાર આવ્યા હતા, જેની જાણ વન વિભાગને કરવામાં આવતાં ટીમે સ્થળ પર પહોંચીને 5 મગરને રેસક્યુ કરી અન્ય તળાવમાં છોડી મૂક્યા હતા, જ્યારે એક મગરનું કોઇ કુદરતી કારણોસર મોત થયું હતું.