ખેડા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે કઠલાલ નવોદય વિદ્યાલય ખાતે એનસીસી દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. વહેલી સવારે વિવિધ યોગાસનો કરાવવામાં આવ્યા અને યોગથી થતા ફાયદા અને તેના મહત્વ વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ડેપ્યુટી કેમ્પ કમાન્ડન્ટ કેપ્ટન તેમજ એનસીસીના ઓફિસર,નવોદય વિદ્યાલય સ્ટાફ અને 500થી વધુ એનસીસી કેડેટ્સ ઉપસ્થિત રહી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી હતી.
બાઈટ સંજયભાઈ પ્રજાપતિ
રિપોર્ટર – યેશા શાહ(ખેડા)