પોલિયો મુક્ત ભારત અભિયાન અંતર્ગત નડિયાદ ધારાસભ્યશ્રી પંકજભાઈ દેસાઈએ સંતરામ અર્બનના પોલિયો બુથ નંબર 1 ખાતે અને મહુધા ધારાસભ્યએ કમળા, આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે 0 થી 5 વર્ષના બાળકોને પોલીયો રસી પીવડાવી પોલિયો રસીકરણ કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો.
જેમાં, કમળા ગામની કુલ 2474 વસ્તીના કુલ 382 બાળકોને આરોગ્ય સ્ટાફ દ્વારા પોલીયો રસી પીવડાવવામાં આવશે. નોંધનીય છે કે તા. 25 જૂન સુધીમાં નડિયાદ તાલુકાના કુલ 86,214 બાળકોને આરોગ્ય સ્ટાફ દ્વારા પોલિયો રસીના બે ટીપાં પીવડાવવામાં આવશે.
કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય અને આંગણવાડીના અધિકારીશ્રીઓ, કર્મચારીઓ અને પોલિયો રસી માટે બાળકો અને તેમના વાલીઓ હાજર રહ્યા હતા.