ખેડા જિલ્લામાં ચૂંટણી પૂરી થતાં 80 જેટલા નાયબ મામલતદારોની બદલી કરવામાં આવતા ચકચાર મચી જવા પામ્યો છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ખેડા મામલતદારની ઓચિંતી મુલાકાત યોજી બંધ બારણે બેઠક યોજાઇ હતી જે બાદ બદલીનો દોર ચાલુ થયો છે, ત્યારે આજે જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવ દ્વારા 80 જેટલા નાયબ મામલતદારોની બદલીનો ઓર્ડર આવ્યો છે, જિલ્લા કલેકટર દ્વારા રવિવારના રોજ બદલીઓ કરાઇ છે.
લોકસભાની ચૂંટણીમાં જોડાયેલા નાયબ મામલતદારો સિવાયના તમામને તાત્કાલિક બદલી ની જગ્યાએ હાજર થવા સૂચન કરવામાં આવ્યું છે. જેથી ચૂંટણીમાં જોડાયેલા નાયબ મામલતદારોએ 01/07/2024 સુધીમાં હાજર થવા સૂચન કરાયું છે. વધુમાં, બે દિવસ પહેલા કલેકટર અમિત પ્રકાશ યાદવે મહુધા મામલતદાર કચેરીની ઓચિંતી મુલાકાત કરી હતી.