પોલીસ અધિક્ષક તથા નાયબ પોલીસ અધિક્ષકનાઓના માર્ગદર્શન અને સુચના મુજબ મિલકત સબંધી ગુનાઓ અટકાવવા તથા આવા ગુનાઓ કરતા આરોપીઓને શોધી કાઢી તેઓના વિરૂધ્ધ કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ હોય જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એચ.વી.સીસારા નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ પાર્ટ-A ગુ.ર.નં.૧૧૨૦૪૦૨૫૨૪૦૩૦૯/૨૦૨૪ ઇ.પી.કો. કલમ-૪૫૭,૩૮૦,૧૧૪ મુજબના આધારે અનડિટેક્ટ ગુનાની તપાસ કરતા ટેકનિકલ અને હ્યુમન સોર્સીસથી અલગ અલગ બે ટીમ બનાવી તપાસ હાથ ઘરવામા આવેલ અને ફિંગરપ્રિન્ટ, ડોગસ્કોર્ડ, FSL તથા મોબાઇલ ડેટાની મદદ લેવામાં આવેલ તે દરમ્યાન હ્યુમન સોર્સથી જાણકારી મળેલ કે ફરિયાદી જ્યોતિબેનના દિયર દેરાણી આર્થિક નાણા ભીડમાં હોય તેઓએ જ આ ચોરીને અંજામ આપેલ હોય જે વિગત સામે આવેલ જેથી સર્વેલન્સની મદદથી ફરીયાદીના દિયર કિરણભાઇ ચન્દ્રકાન્ત સોની ઉ.વ.૬૦ રહે.ખેડા, વડવાળી શેરી તા.જી.ખેડા તથા ફરીયાદીના દેરાણી વર્ષાબેન વા/ઓ કિરણભાઈ ચન્દ્રકાન્ત સોની ઉ.વ.પર રહે.ખેડા, વડવાળી શેરી તા.જી.ખેડાનાઓને વિશ્વાસમા લઇ પુછતા સદર ગુનાની કબુલાત કરી ૧૦ તોલા સોનાના દાગીનાની કબુસાત કરતા હોઇ દાગીના કબ્જે કરેલ હોય અન્ય મુદ્દામાલ માણેકચોક, અમદાવાદના સોની મહાદેવ ઉર્ફે બાપુ પાસે હોવાનું જણાવતા સદર સોની ની ધરપકડ કરી બાકી રહેલ વધુ મુદ્દામાલ કબજે કરવા આરોપીઓના રિમાન્ડ માંગવામાં આવેલ છે.
પકડાયેલા આરોપીએ આ ચોરી કરતા પૂર્વે તિજોરી તોડવા માટે ખેડાના લુહાર પાસેથી નવી લોખંડની કોશ ખરીદીને ઘરફોડને અંજામ આપી બાદ આ કોશ ફેંકી દીધેલ હોય જેની પોલીસે રિકવરી કરેલ છે.