રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા આજરોજ કાંકરીયા નગર અને બહેરામપુરા નગરનો રક્તદાન કેમ્પ આયોજિત કરવામાં આવ્યો હતો. આ કેમ્પમાં ૪૫ રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રાંત કાર્યાલય “ડૉ. હેડગેવાર ભવન” ના પ્રાંગણમા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સિવિલ હોસ્પિટલ – અમદાવાદના બ્લડ સેન્ટર ડિપાર્ટમેન્ટ ઓફ IHBT ની ટીમ ઉપસ્થિત રહી.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહ સંપર્ક પ્રમુખ શ્રી રમેશકુમારજી પાપા દ્વારા પણ આ કેમ્પમાં રક્તદાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ગુજરાત પ્રાંત કાર્યવાહ શ્રી શૈલેષભાઈ પટેલ, કર્ણાવતી મહાનગર કાર્યવાહ શ્રી હાર્દિકભાઈ પરીખ, મણીનગર ભાગ મા. સંઘચાલકજી શ્રી શ્યામસુંદરભાઈ જાલન સહિત અનેક ગણમાન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા.
આ અવસરે સિવિલ હોસ્પિટલ અમદાવાદ દ્વારા ટ્રસ્ટને મોમેન્ટો આપવામાં આવ્યું.