નડિયાદ શહેરમાં જેટકો દ્વારા ૬૬ કે.વી.ની અંડરગ્રાઉન્ડ મહેશ્વરી વીજલાઈન તાજેતરમાં નાખવામાં આવી છે.જેમાં વરસાદ પડતાં કેટલીક જગ્યાએ ખાડા પડી ગયા છે.જેની કામગીરી તાત્કાલિક પૂર્ણ કરીને તેનો અહેવાલ સુપરત કરવા અને જો કોઈ અકસ્માત સર્જાશે તો તેની જવાબદારી જે તે એજન્સીની રહેશે તેવી ખાસ સુચના સાથે નડિયાદના ધારાસભ્ય અને પૂર્વ મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈએ એક્ઝિક્યુટિવ એન્જિનિયર જેટકો ડિવિઝન નડિયાદને ખાસ સૂચન કર્યું છે.
નડિયાદ શહેર વિસ્તારમાં જેટકો દ્વારા ૬૬ કે.વી.ની અંડરગ્રાઉન્ડ મહેશ્વરી વીજલાઈન તાજેતરમાં નાખવામાં આવી હતી.આ આ અંડરગ્રાઉન્ડ લાઈનની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે પરંતુ તાજેતરમાં પડેલા વરસાદના કારણે માટી દબાતાં કેટલીક જગ્યાએ ખાડાઓ પડી ગયા છે અને જેના કારણે પ્રજાજનોને અકસ્માત થવાની દહેશત વર્તાઈ રહી છે ત્યારે પ્રજાજનોના હંમેશા હિતરક્ષક એવા નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા જેટકો કંપનીના એક્ઝિક્યુટિવ એન્જિનિયરને તાત્કાલિક સૂચન કરીને જણાવવામાં આવ્યું છે કે, જ્યાં જ્યાં ખાડાઓની મરામતની જરૂર છે ત્યાં તાત્કાલિક અસરથી આ ખાડાઓની કામગીરી તાત્કાલિક અસરથી પૂર્ણ કરવા માટે જે તે એજન્સીને સૂચના કરવી અને આ સમયગાળા દરમિયાન જો કોઈ પણ અકસ્માત સર્જાશે તો તેની જવાબદારી જે તે એજન્સીની રહેશે. સાથે સાથે આ કામગીરી પૂર્ણ થઈ તેનું અહેવાલ સુપરત કરવા માટે પણ પંકજભાઈ દેસાઈ દ્વારા ખાસ સુચના આપવામાં આવે છે. જેના પરિણામે જેટકો કંપની દ્વારા સત્વરે કામગીરી હાથ ધરવામાં આવશે તેવું જોવા મળી રહ્યું છે.